________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. લાંબીપહોળી મણિપીઠિકાઓ છે. એ પીઠિકાઓની ઉપર પ્રમાણયુક્ત રસમય દેવછંદ આવેલા છે. એપર અનેક પાપોને હરનારી, પર્યકસંસ્થાનવાળી એકસો ને આઠ મનહર જિનપ્રતિમાઓ છે. એ પ્રતિમાઓનાં હૃષભ, ચંદ્રાનન, વારિષેણ અને વકૅમાન–એવાં નામો છે. આ સર્વ પ્રતિમાઓની રક્તપ્રવાળ સમાન કાન્તિ છે અને અંતરત્નમય નખ છે. એમનાં નાભિ, જિન્હા, તાલુ, શ્રીવત્સ, ચૂશ્ચક, અને હસ્તચરણના તળ સૂર્યકાન્ત મણિ સમાન દેદીપ્યમાન છે; પાંપણ, તારા, “મથુ, ભૂલતા, કેશ, અને રોમરાજિ રિઝરત્નમય છે; ઓષ્ટ પ્રવાલમય છે; દંતપંક્તિ સ્ફટિકમય છે; શીર્ષઘટી વાય છે, અન્દરથી પ્રવાળ સમાન રક્ત કાન્તિ વિસ્તારતી નાસિકા સુવ- * ર્ણમય છે; પ્રવાળ સમાન રક્ત પ્રાંતવાળાં નેત્રે અંતરત્નમય છે. આમ અનેક મણિમયી જિન પ્રતિમાઓ ત્યાં વિરાજે છે. તીર્થપતિના આવા આવા બિમ્બની સરમુખ હસ્ત જેડી રહેલી નાગ યક્ષ ભૂત અને કુંડધારી બબ્બે પ્રતિમાઓ બેઊ પાર્શ્વભાગમાં બબ્બે ચામરધારી પ્રતિમાઓ અને પૃષ્ઠભાગમાં અકેક છત્રધારી પ્રતિમા છે. વળી ચંદનના ઘટ, સુવર્ણના કુંભ, ઘંટા, દર્પણ, પુષ્પની ચંગેરિકા, ઉત્તમ આસન છત્ર આદિ પણ હોય છે. - વાવોની વચ્ચે વચ્ચે બબ્બે બબ્બે થઈને કૂલ બત્રીશ એવા અન્ય પણ રતિકર પર્વતો છે. એમની ઉપર પણ પૂર્વવત્ બત્રીશ દેવમંદિરે છે. આ ચૈત્યને વાંદરાને ખેચરદે પર્વતિથિએ જાય છે. વિદિશામાં પણ સહસ્ત્ર જન ઉન્નત અને દશ સહસ્ત્ર જનના વિસ્તારવાળા રતમય સુંદર ગળાકૃતિ પર્વતો છે. એમનાથી લક્ષ જનને અન્તરે ચતુર્દિશામાં ઈશાનેન્દ્રની દેવીઓની, જમ્મુદ્વીપના જેવી આઠ આઠ, મણિની શાળાઓથી વીંટલાયલી રાજ્યધાનીઓ છે. એમાં પણ જિનબિમ્બસમન્વિત જિનાલય છે. આ પ્રમાણે એકંદર બાવન પર્વત પર બાવન જિનાલયે છે. આવા નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાને દેવે પોતપોતાના પરિવાર સહિત ચાલ્યા. એમનું મન તો ત્યાં એમની પૂર્વેજ પહોચી ગયું હતું. ત્યાં ઇંદ્રની આજ્ઞાથી હાસાપ્રહાસાએ નૃત્યનો આરંભ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust