________________ - નન્દીશ્વરદીપનું વર્ણન. '3 - 7 ચાર અંજનાગિરિ પર્વતો છે. એ પર્વતોની ચોરાશીસહસ્ત્ર જન ઉંચાઈ છે અને એ પૃથ્વીની નીચે એક સહસ્ત્ર યોજન ઉંડા ગયેલા છે. વળી તળભાગમાં એમનો વિસ્તાર નવહજાર ને ચારસો (મતાન્તરે દશહજાર ) જનપ્રમાણ છે, અને છેક મથાળે સહસ્ત્ર જનપ્રમાણ છે. ઉપરથી નીચે ઉતરતાં પ્રત્યેકચોકને એમનો વિસ્તાર ત્રણ અઠ્ઠાવીશાંશજન વૃદ્ધિ પામતો જાય છે, અને નીચેથી ઉપર જતાં એટલેજ ઘટતો જાય છે. પૂર્વદિશામાં “દેવરમણ, " દક્ષિણમાં નિત્યદ્યોત,” પશ્ચિમમાં “સ્વયંપ્રભ,” અને ઉત્તરે “રમણીય " અંજનાગિરિ છે. એમનાથી, લક્ષલક્ષયજનને અન્તરે, લક્ષજનના વિસ્તારવાળી અને સહસ્ત્રયજન ઉંડી, ચેદિશ ચચ્ચાર નિર્મળ જળે ભરેલી મનહર પુષ્કરિણી આવેલી છે. મંદિષેણ, ગોત્પા , સુદર્શના, નદા, નંદોત્તરા, સુનંદા, નંદિવર્ધના, ભદ્રા, વિશાલા, કુમુદા, પુંડરીકિણ, વિજયા, વૈજયન્તી, જયન્તી અને અપરાજિતા-આવાં એ સોળેનાં નામ છે. એમનાથી પાંચસો જનને અંતરે પાંચસો જનના વિસ્તારવાળાં અને દશસહસ્ત્ર યોજન દીર્ઘ વન આવેલાં છે. પૂર્વે “અશક', દક્ષિણે " સપ્તપર્ણક, પશ્ચિમે " ચંપક” અને ઉત્તરે “આમ્ર વન છે. વળી ઉપર ગણાવી એ સોળ પુષ્કરિણ એટલે વાવની અંદર દશસહસ્ત્ર જન વિસ્તૃત, ચોસઠ સહસ્ત્ર યોજન ઉંચા, અને સહસ્ત્ર જન જળની અંદર–એવા સોળ સ્ફટિકમય, પલ્યાકૃતિ “દધિમુખ” નામના પર્વતો છે. ચારે અંજનાગિરિ' તથા સેને “દધિમુખ” ઉપર સે યોજન દીધું, પચાસ એજન વિસ્તૃત અને બહોતેર જન ઉંચા, તોરણ અને ધ્વજાઓયે યુક્ત અત્યન્ત સુંદર જિનમંદિર છે. - આ મન્દિરને દેવ, અસુર, નાગ અને સુપર્ણ નામના કાર છે, અને એ જ નામના એમના રક્ષક દેવતા છે. દ્વારા સર્વે સોળ જન ઉંચાં અને આઠ જન પહોળાં છે. દ્વારે દ્વારે ચિત્તને આ લાદ ઉપજાવનારા કળશે છે; “મુખમંડપ”, “પ્રેક્ષામંડપ” આદિ મંડપ છે; તથા મણિપીઠ, ધ્વજ, સ્તૂપ, પ્રતિમા અને ચૈત્યપાદપ છે. સર્વ જિનભવનને વિષે આઠ યજન ઉંચી અને સેળ એજન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust