________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. શરીરને એ પક્ષીના વચલા પગ સાથે વસ્ત્રવતી મલગાંઠની જેમ દઢ બાંધી વળગી રહેજે. એટલે પ્રભાત થયે જ્યારે એ વૃક્ષપરથી ઉડીને પંચશેલ દ્વીપે જશે ત્યારે તેની સાથે તુંયે ત્યાં પહોચી જઈશ. સ્મરણમાં રાખજે કે તારે દઢપણે વળગી રહેવાનું છે. જે વિસ્મરણ થયું તો સમજજે જે પરમાચાર્યના ક્ષુલ્લક-શિષ્યની જેમ નીચે કઠોર ધરણી પર પડીશ અને તારાં હસ્તપાદ આદિ ભાંગશે. એ સાંભળી સ્વર્ણકારે “આ પરમાચાર્ય વગેરેની શી વાત છે” એવો પ્રશ્ન પૂછવાથી વૃદ્ધે કહ્યું– ' પૂર્વે કોઈ આશ્રમને વિષે પરમાચાર્ય નામે તાપસ રહેતો હતો. એને એક શિષ્ય હતો. પણ ગુરૂ શિષ્ય બેઉ જણ મૂર્ખ હતા. એકદા સ્વર્ગમાંથી કામધેનુ ધરણપર આવી તેને જોઈને ક્ષુલ્લકના મનમાં અત્યન્ત આશ્ચર્ય થયું. કામધેનુ તો આવીને તત્ક્ષણ પાછી શ્યામ ગગનતળમાં ઉડી ગઈ પણ એ પરમાચાર્યને ક્ષુલ્લક–શિષ્ય ક્યાંથી એના પુચ્છને વળગી પડયે અને અત્યન્ત સુખના સ્થાનરૂપ સ્વર્ગને વિષે પહોંચે. ઉત્તમ ભેદક આદિનો આહાર કરતો કેટલાક દિવસ એ ત્યાં રહ્યો. વળી કામધેનુ પૃથ્વી પર આવી ત્યારે એ પણ એના પુચ્છનું અવલંબન કરીને પૃથ્વી પર આવ્યો. એને જોઈને હર્ષ પામી ગુરૂએ ગાઢ ઉત્કંઠા સહિત પૂછયું-વત્સ, તું હમણાં જોવામાં આવતો નહોતો તે કહે, ક્યાં ગયો હતો ? શિષ્ય ઉત્તર આપેહે પ્રભો, હું તો કામધેનુની સાથે, પુણ્યહીન જનને દુર્લભ એવા સ્વર્ગમાં ગયે હતો અને ત્યાં મને તો સુરરાજ–ઈન્દ્ર માદક આદિનું મિષ્ટ ભોજન જમાડતા હતા. એ સાંભળી એ વાતમાં શ્રદ્ધા ઉત્પન્ન થવાથી ગુરૂને પણ સ્વર્ગમાં જઈ માદક જમવાને વિચાર થયે. ગુરૂનું મન જાણું શિષ્ય કહ્યું–આપને વિચાર બહુ શ્રેષ્ઠ છે. વળી તે સ્વામિન્ ! તમે કહો તે આપણું યજમાનને ય સ્વર્ગમાં લઈ જઈએ. ભલે ત્યાંના મિષ્ટાન્નને સ્વાદ એ પણ લે. એ પણ આપણે આશ્રિત જ છે ને. એ પરથી ગુરૂએ “કલ્યાણકારી કાર્યમાં વિરોધ શે” એમ કહીને ચંદ્ર, આદિત્ય, મહાદેવ, મધુસૂદન વગેરે યજમાનોને બોલાવી સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. યજમાનો પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust