________________ સમુદ્રવર્ણન. દ્રમાં પ્રવેશ કર્યો. જળમાર્ગપર મત્સ્યોના સમૂહને સમૂહ એમની દષ્ટિએ પડતા. કેટલાંક તો હર્ષથી મુખમાં જળ લઈ, પ્રભાતસમયે ગુજરાતવાસીઓ દંતધાવન વેળાએ કરે છે એમ એ જળના જાણે કોગળા કરતા. કેટલાંક વળી સમુદ્રની સપાટીની નીચે જતા રહેતા અને પુનઃ ઉપર આવતા. વળી બીજા એવા પણ હતા કે જેઓ સર્પની જેમ પોતાની જ જાતિનાંને ગળી જતા. કેટલાંક સરલપણે, વહાણ ચાલતું એની સંગાથે કીડા કરતા ચાલ્યાં આવતાં હતાં તો કેટલાક તરંગેની ઉપર ને ઉપર રહીને જાણે આનન્દ કરતાં હતાં. કેટલાંક જળના સંક્ષેભને સહી ન શકવાથી બહાર કીનારા ઉપર નીકળી પડતા; સ્મારણાદિ (કિયા) ના સહી શકનારા સાધ્વાભાસ જેમ ગચ્છ બહાર નીકળી જાય છે એમ. કેઈ અજગરની જેમ કુત્કાર કરી રહ્યા હતા, તો કેઈક વળી, હસ્તીઓ શેલની સાથે (મસ્તક) અફાળે છે એમ, પ્રહણની સાથે મસ્તક અફાળી રહ્યા હતા. આમ મની વિવિધ ચેષ્ટાઓ નીહાળતાં નીહાળતાં અને પોતપોતાની વાર્તા કહેતાં કહેતાં સ્વર્ણકાર અને પેલા વૃધે સંસારની જેવો દસ્તર મહાસાગર બહુ ઉલંઘન કર્યો. તે સમયે વૃધે કહ્યું–હે મિત્ર, કિનારા પર આવેલું પેલું વટવૃક્ષ જોયું કે ? એ પર્વતની તળેટીમાં ઉગ્યું છે, ઉત્તમ રાજ્યની જેમ એના મૂળ ઉંડાં ગયાં છે અને યદુવંશની શાખાઓની જેમ એની શાખાઓ અત્યન્ત વિસ્તારવાળી છે. આ આપણું વહાણ એ વૃક્ષની નીચે પહોંચે ત્યારે તારે શાખામૃગની જેમ એની શાખાએ વળગી જવું. કારણકે અહિં સમુદ્રમાં હવે એવા મહાન આવતે આવશે કે જેમાં સપડાઈ જઈ આપણું વહાણ ભાંગી નાશ પામશે અને હું કે તું કઈ જીવતા રહેશું નહીં. પેલા પંચશેલ દ્વીપથી પ્રતિદિન ભાખંડ પક્ષીઓ યામિક એટલે પહેરેગીરની જેમ સંધ્યા સમયે એ વૃક્ષ પર આવીને રાત્રી નિર્ગમન કરે છે. ત્રિપાદ એટલે ત્રણ ડગલાવાળા વામનાવતારના વિષ્ણુની જેમ એ ભારંડપક્ષીઓ ત્રિપાદ એટલે ત્રણગા હોય છે માટે તારા - 1 વાનર. 2 સમુદ્રમાં જળ કઈ કઈ સ્થળે વર્તુલાકારે–દંડાળામાં ફર્યા કરે છે એ “આવર્ત કે ભમરી કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. -