________________ 40 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સંમતિ આપી એટલે એણે નગરમાં સર્વત્ર ઉોષણા કરાવી કે જે કેઈ કુમારનન્દીને પંચશેલ દ્વીપે લઈ જશે એને એ નિઃસંશય એક કોટિદ્રવ્ય આપશે. એ ઉદ્ઘોષણા સાંભળી એક વૃદ્ધ જીણેકાય નાગરિકે વિચાર્યું–અહો ! આજે મને વૃતનાં ભોજન મળ્યાં, મારું પ્રારબ્ધ હજુ પ્રકાશે છે ખરું એનું કોટિદ્રવ્ય લઈ, પુત્રોને આપી, યશ અને કીર્તિ ઉભય સંપાદન કરાવનારું સાહસ કરી, પડુંપડું થઈ રહેલા મારા માનવદેહનું અન્તિમ ફળ લઈ લઉં. કારણકે નાસી જતા પામર ઉંટનો જે લાભ મળે એ લઈ લેવો કહ્યો છે. એમ વિચારી એ વૃધે પડહને સ્પશીને સુવર્ણકાર પાસેથી કોટિદ્રવ્ય લીધું. પરંતુ એમાં શું? પ્રાણના વિક્રય બદલ અનેક કટિ મળે તોયે નિરર્થક. એ સર્વ દ્રવ્ય પછી પેલાએ પોતાના પુત્રને આપ્યું. કેમ ન આપે ? સ્ત્રી અને સંતાનો શિવાય અન્ય કોને અર્થ ( આપવાને) સર્વે લેક દ્રવ્ય ઉપાર્જન કરે છે? ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા બેઉ (વૃદ્ધ અને સુવર્ણકાર) પછી, માર્ગમાં જોઈએ એ અન્નપાનાદિ સર્વસામગ્રી લઈને સત્વર સમુદ્રતટે ગયા. અનર્ગળ જળનો રાશિ મહાન સમુદ્ર ખેડવો હતે માટે ત્યાં વૃધે શુભ કર્મ જેવું નિછિદ્ર અને ખળ પુરૂષના હદય જેવું નિપ્પર પ્રહણ તૈયાર કરાવ્યું. વિજય મેળવવા નીકળેલા સૈન્યની જેમ એ પ્રારંભે સ્થિરતા રાહત ઝોલાં ખાતું હતું. એની બેઉ બાજુએ ઉપરાઉપર દઢ કાષ્ટના ફલક એટલે પાટીયાં મૂક્યાં હતાં, અને એનાં બને–આદિ અને પ્રાન્તભાગ દ્વિતીયાના ચન્દ્રમાની જેવા વળેલા હતા. આપણું ગૃહોને હોય છે એમ એના પર સર્વગ ઢળતું આચ્છાદન હતું. એના મધ્યમાં વકત્ર કહેવાતા ' સ્તંભે ઉભા કર્યા હતા. એને ચોમેર નાળીએરીની છાલવતી મઢી લીધેલું હતું, અને ખીલા વગેરેવતી દઢ કર્યું હતું. વચ્ચે વચ્ચે શાભિતો સુંદર કુવાન સ્તંભ હતો, તે જાણે એ વૃદ્ધની કીર્તિરૂપી વલ્લરીને આરોહણ કરવાનેજ હોયની ! વળી એ પ્રવહણમાં વિશુદ્ધ શણનો બનાવેલે, એના વેગમાં વૃદ્ધિ કરનાર મહા વિસ્તારવંત વેત સઢ હતો, તે જાણે ચાંદીનો પટ હાયની એ શોભી રહ્યો હતો. - પછી પીઠનો પવન જોઈને એકદા પ્રવહણે નાંગર ઉપાડયું, સ્વર્ણકાર અને વૃદ્ધ બેઉ એના પર આરૂઢ થયા અને પ્રવહણે સમુ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.