________________ લેભી ગુરૂ ને લાલચુ ચેલો. 43 ગુરૂને મહાન ઉપકાર માની સ્વર્ગમાં જવા તૈયાર થયા. એટલે ગુરૂએ શિષ્યને કહ્યું–તેં સ્વર્ગને માર્ગ જે છે માટે તું ધેનુને પુછે વળગ, હું તારી પાછળ તને વળગીશ અને આ યજમાને અનુક્રમે મને અને પરસ્પર વળગી જશે. એમ નક્કી કરી, એ પ્રમાણે અનુક્રમે પરસ્પર વળગી જઈ ધેનુની પાછળ આકાશને વિષે ચાલવા લાગ્યા. માર્ગને વિષે ક્ષુલ્લકને ગુરૂ વગેરેએ પ્રશ્ન કર્યો–સ્વર્ગમાં મેદક કેવા અને કેવડા હોય છે? એ પરથી ક્ષુલ્લક હર્ષના આવેશમાં માદક આવા-આવડા હોય છે એમ બતાવવા પિતાના હસ્ત પ્રસાર્યા. ક્ષુલ્લકની આવી મૂર્ખતાને લીધે સર્વ કઈ ભૂમિપર પછડાઈ પડ્યા; અને કોઈના હસ્ત, તો કોઈના ચરણ અને કેઈના દાંત ભાંગી ગયા અને અત્યન્ત દુઃખે પીડાતા ઘર ભેગા થયા. પછી ચિરકાળે મહા પ્રયાસે સાજા થયા. " ( વૃદ્ધ પિતાના મિત્રને કહે છે ) માટે કુમારનદી, તું આ મુલકની જેમ મૂખોઈ ન કરતાં, ભારંડને પગે દઢપણે વળગી રહેજે એટલે તું નિર્વિઘપણે પંચશેલે પહોંચી જઈશ. સુવર્ણકારે પણ વૃદ્ધનું સર્વ કથન માન્ય કર્યું. દેવીઓને મળવાની મૂર્ખાઇભરી હોંશમાં આટલાં જોખમ વહોરીને અહિં સુધી આવ્યો એને એ વૃદ્ધનું કહેવું હવે સર્વ પ્રકારે મસ્તકપર ચઢાવ્યા વિના છુટકે જ ક્યાં હતો? એટલામાં તે પ્રવહણ વટવૃક્ષની હેઠળ આવી પહોચ્યું અને કુમારનન્દી એની શાખાએ વળગી પડ્યો, તે જાણે, “તું યક્ષનો આવાસરૂપ છે તો યક્ષિણીએ ક્યાં છે એ મને દેખાડ” એમ વૃક્ષને કહેવાને જ હોયની ! એજ વખતે નૌકા આવર્તમાં સપડાણું અને એના ભાંગીને ટુકડા થઈ ગયા. સ્વર્ણકાર તો આખી રાત્રી વડની શાખાને વળગી રહ્યો. આશામાં ને આશામાં આખો જન્મારે સુદ્ધાં એમ વળગી રહેનારા માણસો પણ હોય છે. પછી પ્રભાતે, ઉડવાની તૈયારી કરતા કેઈ ભારંગને મધ્યસ્થ એટલે વચલે પગે સ્વર્ણકાર વળગી પડ્યો. અથવા તો આ પૃથ્વી પર કેણ એવા હોય કે જે મધ્યસ્થને આશ્રય ન લે? સ્વર્ણકાર એ પક્ષીને વળગી પડે એ જાણે, ભવિષ્યમાં મળનારા દેવ જન્મમાં Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.