________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રહો, અતુલ રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરે અને જગને આનન્દ પમાડે. ' ' , , - આમ શ્રેષ્ટબુદ્ધિનું નિધાન એવો અભયકુમાર એક મુનિવરના જેવા પવિત્ર, અનુપમ કાર્યો કરી કરીને, તથા શંખ-કુન્દપુષ્પ આદિ જેવી ઉજ્વળ ઘટનાઓ ઉપસ્થિત કરી કરીને નિરન્તર લેકનાંચિત્તને આશ્ચર્યમાં લીન કરતે., - , , , , }" સર્ગ 11 મા. . છે ર એ .:: સ 11 '! પિતાના રાજ્યની દિવાનગિરિ કરતા પુત્રે હવેતો પિતાના અનેકવિધ આશ્ચર્યકારક બુદ્ધિચાતુર્યપૂર્ણ પરાક્રમે વડે પૂર્વજોને પણ વિસરાવી દીધા. રાજા પ્રજાનાં એકત્રિત કાર્યોમાં પણ નિષ્પક્ષપાતપણે વર્તન કરી ઉભયનું હિત ચિન્તવી દશે દિશાઓમાં ન્યાયઘંટા વજડાવી. રાજતંત્રમાં અકથ્ય નિપુણતાના ગે વિપત્તિનાં વાદળાંનો સંહાર કરી, લઘુ બધુઓનાં કટુ વચનોને પણ સહી લઈ, “શિષ્ટ પુરૂષોની રક્ષા અને દુષ્ટજનોને શિક્ષા” એ સૂત્ર નિત્ય હૃદયકપાટ પર ખડું ને ખડું રાખી, ધર્મ, અર્થ અને કામ-એ ત્રણ પુરૂષાર્થને યથાકાળ સાધ્યા કર્યા. સકળ રાજ્યકાર્યભાર એક હસ્તે ચલાવતાં છતાં પણ રાજ્યસંપત્તિનો માલિક થવા ન ઈચ્છયું. જળમાં નાવ પિતે તરે છે અને બીજાઓને તારે છે એમ એણે પોતે ધર્મપરાયણ રહી અન્યને પણ ધર્મપરાયણ કર્યા. બાહ્ય શત્રુઓને તેમજ ક્રોધાદિ અભ્યન્તર શત્રુઓનો વળી એ સંપૂર્ણ પરાજય કર્યો કે એ એની સામે આંખ ઉંચી જ ન કરી શક્યા. આમ પ્રસ્તાવ થઈ રહ્યો છે એવામાં એકદા શ્રેણિકરાયે પ્રદપૂર્ણ વચનવડે અભયકુમારને કહ્યું-વહાલા પુત્ર, હું સમજું છું કે રાજ્યપાટ ભેગવવાની તને લેશમાત્ર પૃહા નથી, તોયે હું કહું છું કે હવે વત્સ, તું રાજ્યનું સ્વામિત્વ ગ્રહણ કર. તારા જેવો અનુપમબુદ્ધિશાળી, મહા પરાક્રમી જયેષ્ઠ પુત્ર છતાં, અન્યને રાજ્ય અપાય નહીં. ભાર વહેવા માટે ઘેરીને જ ધુંસરીએ જોડાય. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust