________________ શ્રી મહાવીરનું આગમન. :) . 23 તે મારી ઈચ્છા ચિન્તારત્નના માહાત્મ્યને પણ જિતનાર શ્રીવીરનાં ચરણકમળની ઉપાસના કરવાની થઈ છે. પુત્ર, મેં રાજ્ય બહુ ભેગવ્યું. પરલોક પણ સાધવો જોઈએ. આ પતિત પંથને વિષે મૂખેજને જ મમત્વ ધરીને પડ્યા રહે.” એ સાંભળી અભયકુમારને કાંતો ખલ પુરૂષના મુખમંડન જેવું પૂજ્ય પિતાની આજ્ઞાનું ખંડન કરવું રહ્યું, કાં તો વિશાળ સંસારસાગરમાં રગદોળાવું રહ્યું. “હા કહે તો હાથ જાય, ના કહે તો નાક ક્યાય ”—એવા સંકટમાં, વિચાર કરતાં કંઈ ઉપાયનું સ્મરણ થઈ આવવાથી એણે કહ્યું “આપે જે મને આદેશ કર્યો તે બહુ ઉત્તમ છે. વળી ઉચિત અનુચિત અન્ય કેણ સમજે એમ પણ છે? પરંતુ આપ કિચિત્ કાળ રાહ જુએ. હું સમય આવ્યે આપને કહી દઈશ. મારે કહેવાનું સ્થાન આપ જ છે.” છે એવામાં ત્રણ જગતના નાયક, અખિલ વિશ્વને આનન્દદાયી શ્રી વીરજિન, સંસારી જીવોના હિતાર્થે પૃથ્વી પર વિચરતા વિચરતા, ઉદાયન નૃપતિને પ્રત્રજ્યા આપી, મરૂદેશમાંથી જાણે અભયકુમારનાં પુણ્યથી આકર્ષાઈને આવ્યા હોયની એમ ત્યાં રાજગૃહી નગરીમાં પુનઃ પધાર્યા. અમર નિર્જર દેવોએ તત્ક્ષણ સમવસરણની રચના કરી. કારણકે દેવોને ચિન્તવન માત્રથી જ સર્વ કાર્યો સાબિત થાય છે. સર્વત્ર સુવર્ણની પવિત્રતા સૂચવતા હોયની એમ નવાં નવાં સુવર્ણકમળાપર ચરણયુગલ મૂતાં મૂકતાં પ્રભુએ પૂર્વારેથી સમવસરણમાં પ્રવેશ કર્યો. એમને જોતાં વેતજ સર્વ કેઈનો મેહ-ભ્રમ ટળી ગયે, સંસારની અસારતા જણાઈ, સત્યનો ભાસ થયો. પ્રભુ પણ પછી “નમો નિશ્ચય” એમ કહીને, પ્રતિબોધ દેવા માટે આસને બિરાજ્યા. કેમકે પ્રતિબોધ એટલે દેશનારૂપી નદી ભગવાનરૂપી પર્વતમાંથી વહે છે. એટલામાં તો દેવ, મનુષ્ય અને તિર્યંચસુદ્ધાં સમૂહબદ્ધ પ્રભુને વંદન કરવાને આવવા લાગ્યા. ફક્ત નરકના જીવો પરાઘીન એટલે બિચારા શું કરે ? પ્રભુ પધાર્યા એજ સમયે ઉદ્યાનપાલકે જઈને શ્રેણિકરાયને વધામણ આપી કે–“હે દેવ, ત્રણ જગતના સ્વામી, સુરાસુરેને પણ વંદ્ય, સકળ કર્મદળના સંહારક, ધર્મપ્રવર્તક, કેવળજ્ઞાની ચરમ તીર્થકર શ્રી વીરપ્રભુ પધાર્યા. શ્રી મહાવીરના 1 જુઓ પૃષ્ટ 12 ની કુટનેટ 2. Jun Gun Aaradhak Trust