________________ અધર્મિઓને દુકાળ-માત્ર કણ! 1 આવ્યા એ ઉચિત જ કર્યું છે. કેમકે સર્પ અને લુટારાઓનું આ જ સ્થાન હોય. આમાં તે કેવળ સાધુઓને જ ધન્ય છે કે જેઓ ભાવપૂર્વક અને નિશ્ચળપણે વ્રત ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલું પાછું યાજજીવ નિવેહે છે. વળી જેમનામાં શ્રાવકનાં લક્ષણ હોય એમને ધન્ય છે, જે પ્રતિજ્ઞા લઈને એનો પાછો નિર્વાહ કરનારા હોય એમને ચે ધન્ય છે, અને જેઓ સર્વદા સુગ્રહ એ સ્થલ પણ અભિગ્રહ કરે એમને ચે ધન્ય છે ! વળી અભિગ્રહ કરીને પુન: ખંડિત કરે એના કરતાં પ્રથમથી જ અભિગ્રહ ન કરનારા સારા. આપણા આભૂષણમાં રસ ન હોય એનું કંઈ નહીં; પરન્તુ રત્નજડિત હોય એમાંથી રત નષ્ટ થઈ જાય એ સારું નહીં. અમને એજ ખેદ થાય છે કે આ મનુષ્ય જન્મ અને એની સાથે શેકસંતાપ આદિને ટાળનાર એવું શ્રી તીર્થકરનું શાસન પ્રાપ્ત કરીને પણ અમે અમારો અભિગ્રહ ખંડિત કર્યો. અમે આવાં અકાર્ય–પાપ કયો છે એ કારણથી લોકોના દેખતાં આ કૃષ્ણપ્રાસાદમાં પઠા. કારણકે પાપિછોનું પાપ પ્રકટ થાય એ સારું, ને ધર્મિોનો ધર્મ ગુપ્ત રહે એ સારો“પાપિષ્ટ મનુ વિશેષ છે અને ધર્મિષ્ટની સંખ્યા અપ છે”—એવું સભાજનનું કહેવું બુદ્ધિનિધાન અભયકુમારના કથનને સંગત જ છે. કેમકે યુક્તિયુક્ત વચન કેને સંમત નથી હોતું. એણે જે કેવળ યુક્તિ વાપરીને ઉલટું કહ્યું છે એનો અર્થ અમે એવો કરીએ છીએ કે " પાપિષ્ટ મનુષ્યો સર્વદા પિતાને ધર્મિષ્ટ ગણે છે; ફક્ત ધર્મિષ્ટ છે જ પોતાના દોષ જાણે છે ”—એ કથનની વાસ્તવિકતા સમજાવવાને માટે એણે એમ કહેલું હોવું જોઈએ. અથવાતો એના જેવા અત્યંત ગંભીર પુરૂષનું મન વિદ્વાન પંડિતોમાંથી પણ ઘણા થોડા જ કળી શકે છે. પછી તો પ્રજાજનોએ રાજપુત્ર અભયકુમારની પ્રશંસા કરી કહ્યું. “હે મંત્રીશ્વર, બુદ્ધિના સાગર એવા તમે જ ઉત્તમ વચનોરૂપી કિરણીવડે તે જેનિધિસૂર્યની પેઠે જગરૂપી કમળપુષ્પને પ્રબુદ્ધ કરે છે. શ્રીમતી નન્દારાણીના પુત્ર, તમે આ સૂર્ય, ચન્દ્રમા, નક્ષત્રો, દ્વીપ, સમુદ્ર, પૃથ્વી અને હેમાદ્રિની હયાતિ પર્યન્ત ચિરંજીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust