________________ અભયકુમોર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આગ્રહ રાખવે નહિ. આત્મહિતૈષી જીવ સદા એવી વિશેષ વિશેષ વિદ્યાપ્રાપ્તિ માટે પ્રયત્ન પણ કરે નહિ. કારણકે અધિક વિદ્યા રસલાલુપી જીભની જેમ અનેક અનર્થોનું મૂળ છે. જુઓ, કોઈ મૂખજો કદાપિ ભવભયભંજન શાસ્ત્રસૂત્રોનો અભ્યાસ કરતાં એકાદ અક્ષર મૂકી દે અથવા એકાદ અક્ષર નો ઉમેરી દે તો વૃષપર્વાહિની' એ પદને જેમ અર્થભેદ થઈ જાય છે તેમ, જિનભગવાને ઉપદેશેલાં અનુષ્ઠાન-ક્રિયામાં પણ ભેદ પડી જાય છે અને એમ થવાથી જ્ઞાનના સુખરૂપી મુક્તાફળની દેનારી મુક્તિ પણ દુઃપ્રાપ્ય બને છે. અને એ મુક્તિ-મોક્ષ પ્રાપ્ત ન થાય તે દીક્ષા લીધી શા અર્થની ? પછી તો દીક્ષા એટલે “દરપુરણાર્થે ભિક્ષા” એમ કહેવાય. એમ બેઉ વાત કડવી ઝેર લાગશે. માટે એમ તે નજ કરવું. વિદ્યાધર સંબંધી વૃત્તાન્ત શ્રવણ કરીને સુબુદ્ધિ અભયકુમારે એની પાસે અમૃતથી પણ અધિક મિષ્ટ વાણીવડે કહ્યું “જે ઉચિત લાગે તો તમારી નિરવદ્ય વિદ્યા મારી આગળ ભણી જાઓ.' વિદ્યારે એ વાત બહુ હર્ષ સહિત અંગીકાર કરી અને અભયકુમારની પાસે એને પાઠ કરી ગયે. અને અભયકુમાર પણ એ સાંભળી, હૃદયમાં સ્થાપી, વિદ્યાધરની પાસેજ પાછો પૂર્ણ પણે બોલી ગયે. કારણકે એના એકજ પદથી સર્વ પદોનું અનુમાન કરવાની (પદાનુસારિણી) શક્તિ અભકુમારમાં હતી. વિદ્યા આપી એટલે તે, કઈ માણસ દુ:ખ પરંપરાથી એકદમ મુક્ત થાય, ને તેથી અત્યંત હર્ષિત થાય એવી રીતે વિદ્યાધર અત્યાનંદ પામ્યા. વળી એણે અભયકુમારને એની સાધના કરવાની રીતિ પણ કહી. પછી સર્વજનો પર ઉપકારનો વર્ષાદ વરસાવનાર એવા અભયકુમારની અનુજ્ઞા લઈ, સર્વ કર્મથી મુક્ત એવા સિદ્ધની જેમ, આકાશને વિષે ઉડ અને મનના કરતાં પણ અધિક વેગથી પિતાને સ્થાને પહોંચી ગયે. અહિં અભયકુમાર પણ મળેલી વિદ્યાની સાધના કરીને પરમ ખ્યાતિ પામ્યા. 1, આ પદમાં વૃષ (ઔષધી વિશેષ), gધ (કમળ) અને દિમાની (દિમ-કાર) એ ત્રણ શબ્દ છે. એ પદનો અર્થ એ નીકળે કે વૃષ અને પવાને જેમ હિમ (દઝાડે છે-બાળી નાખે છે) તેમ...........મુખ માણસ એ પદને , ગૃપ, વ, મહિમા, માની કંઈ એવી રીતે છુટું પાડીને અનર્થ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust