________________ પુરય પાપની પરીક્ષા. - 1 આમ કૈરવમળસમાન ઉજવળ કીર્તિના કારણભૂત અનેક અનેક ઉત્તમ કાર્યો કરીને રાજપુત્ર અલયકુમાર પ્રજાજનોને સતત આશ્ચર્યમાં લીન કરતો હતો. આ શ્રેણિકરાજાનો સભામંડપ સર્વમન્ત્રીઓના શિરેમણિ–નન્દારાણીના પુત્ર–અભયકુમાર અને સમૃદ્ધસામન્તો વગેરેથી નિરન્તર વિરાજી રહેતા અને રાજા આવીને સિંહાસન પર બેસતે તે વખતે એ જાણે સર્વ દેવોને અધિપતિ સાક્ષાત્ ઈન્દ્ર પિતે હેય એવો શેભતો. વળી ધર્મનો મર્મ જાણનારાઓમાં અગ્રણી, વાચાળ અને બુદ્ધિશાળી અભયકુમારની સાથે અનેક વિધ, અમૃતથી પણ મિષ્ટ એવા વાર્તાલાપ કરી સભાજનેનાં મન અત્યન્ત રંજિત કરતો અને જેમાં આનન્દ અને હર્ષની જ વાતો હોય એવા સુંદર વિનોદમાં કાળ વ્યતીત કરતો. એકદા સુવર્ણસિહાસને આરૂઢ થયેલા એ ગર્વિષ્ટ નરપતિએ સભાસમ્મુખ હાસ્યપૂર્વક પ્રશ્ન કર્યો “મનુષ્ય કેટલાક ધર્મિષ્ટ હોય છે અને કેટલાક પાપિષ્ટ પણ હોય છે તો કહે કે એ બેમાં વિશેષ સંખ્યા કેની હશે " ? બુદ્ધિસાગર અભયકુમાર તો નિરૂત્તર રહ્યો, પણ શેષ સભાજનોએ ઉત્તર આપ્યો “હે નાથ, પાપિષ્ટ વિશેષ હોય છે; ધર્મિષ્ટ જીવ ઓછા હોય છે. કેમકે બજારમાં પણ રૂ કપાસના ઢગલાને ઢગલા દેખાય છે, અને રતાદિક અપ હોય છે.” પછી અત્યન્ત વિચારશીલ અભયકુમાર મનનો ભંગ કરીને બોલ્યો “હે પિતાજી, એ કથન અસત્ય છે; ધર્મિષ્ટ વિશેષ હોય છે ને પાપિષ્ટ ઓછા હોય છે. " અહો! નિશ્ચયે કઈક સૂરિઓ જ એના જેવા (બુદ્ધિશાળી ) હશે. એણે વિશેષ ઉમેર્યું કે " હે તાત, જે મારું વચન સત્ય નથી એમ કહેતા હોય તો બહેતર છે કે સભાજને સત્વર પરીક્ષા કરે, કારણકે પરોક્ષ જ્ઞાનવડેજ આ સર્વે અને કહે છે, સત્યવાત તે પ્રત્યક્ષ પ્રમાણવાળી હોય એજ કહેવાય.” એ સાંભળીને સી કહેવા લાગ્યા “હે સ્વીમિન, એમજ કરે, સત્વર પરીક્ષા કરો.” અથવાતાં શ્રેષ્ઠ સમૃદ્ધિવાળા સ્વામીને કયે સેવક " ચિરં જીવ, ચિર જીવ” એમ નથી કહેતો ? 3 PP. Ac. Guniratnasuri M.S. Jun Gun Aaradhak Trust