________________ અંધ અને પંગુનું પ્રસિદ્ધ દષ્ટાન્ત. મારી નિકટ આવતો જાય છે” એમ આર્તસ્વરે આકંદ કરતો એજ અગ્નિમાં બળી મૂઓ. અથવા પ્રાણુને પોતાનાં કરેલાં કર્મો ભોગવ્યા વિના છુટકે છેજ કયાં ? - આ દષ્ટાન્તમાં અંધ અને પંગુ બેઉ એકત્ર થઈ પરસ્પર સહાયકર્તા ન થયા તો કંઈપણ કરી શક્યા નહિ ( અને વિનાશ પામ્યા ) તેજ પ્રમાણે જ્ઞાન અને ક્રિયાનું સમજવું. બાણપરથી શર છોડવામાં પણ બેઉ હસ્તની એકત્ર સહાય વિના કયાં ચાલે છે? માટે મોક્ષ પ્રાપ્ત કરવું હોય તે પવિત્રતાનાં એકલાં જ સ્થાન રૂપ જ્ઞાન અને ક્રિયામાં સર્વ વિવેકી જાએ ઉઘુક્ત રહેવું જ જોઈએ. આ પ્રમાણે શ્રી મહાવીરે ઉપદેશ આપે, એ શ્રવણ કરીને ભકિતમાન શ્રેતાઓ એમને નિર્મળ વૃત્તિએ સાષ્ટાંગ નમન કરી પિતતાને સ્થાને જવા લાગ્યા. એમનામાં એક આકાશગામી વિદ્યાધર હતો એ પણ જવા તૈયાર થયે, પરન્તુ (આકાશમાં) ઉડવાને પ્રયન કરતાં તે સદ્ય નીચે ભૂમિપર પડયે. જેમ તોફાનમાં સપડાઈ ગયેલું નાવ ઉછળીને પાછું પાણુ પર પડે છે એમ ઉડવા જતાં નીચે પડી ગચો. એટલે એ વિદ્યાધરનું મુખ નિસ્તેજ થઈ ગયું. એ સમજી ગયે કે એને પોતાની વિદ્યાનું વિસ્મરણ થયું છે. એણે વિશેષ વિશેષ પ્રયત્ન કરી જોયા પરંતુ સર્વ નિષ્ફળ ગયા. એટલે તે જાણે એ કરી જ ગયો. આમ બન્યું એ જોઈને શ્રેણિક નરેશ્વરે ત્રિકાળજ્ઞાની પ્રભુને પ્રશ્ન કર્યો–જિનદેવ, પાંખો પૂરી ન આવી હોવાને લીધે પક્ષી, અને મહાવાયુને લીધે વહાણ ઉચે ચઢે છે ને સદ્ય પાછું પડે છે એવું આ ખેચર-વિદ્યાધરને થાય છે એનું કારણ શું? ભગવંતે ઉત્તર આપે–એને એની આકાશગામિની વિદ્યાના પાઠનું વિસ્મરણ થયું છે માટે એમ થાય છે. બેમાંથી એક ઔષધની ગેરહાજરી હોય છે તો પ્રવીણ વૈદ્યને પ્રયોગ પણ કયાં ફળીભૂત થયે દીઠે? પણ આવી વિદ્યા અને એના મંત્ર ઐહિક સુખને આપનારા છે ખરે, પણ એટલા માટે જિનધર્મનું તંત્ર હીન અને વ્યર્થ છે એમ ગણું એને ઉવેખી એ મંત્રોના પાઠની પાછળ સુજ્ઞજનોએ Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust