________________ . માંસની મોંઘવારી ! અભયકુમારને કહ્યું –દયા લાવીને અમને અભયદાન આપે. તમને અમે દ્રવ્ય આપીએ અને તમે અમારા પર કરૂણું કરો ને એ માંસ અન્ય કોઈપણ પાસેથી મેળવી લ્યો. એમ કહીને, જેમને મદ સર્વ ગળી ગયે હતો એવા એ સભાજનેએ એને પુષ્કળ દ્રવ્ય આપ્યું. અથવાતો ઈશ્ન એટલે શેરડી પણ અત્યન્ત પીલીયે છીએ ત્યારે જ મધુર રસ આપે છે. આમ લેશ માત્ર પણ રેટરહિત એવા અભયકુમારે એવા પ્રકારનો ઉપાય કરીને મેળવેલું અગણિત દ્રવ્ય ફૂટબદ્ધ રાજાના આવાસને વિષે લાવીને મૂકયું. ખરેખર પિતાને અને અવરને ઉભયને અર્થ સારે એવા અભયકુમાર જેવા જગતમાં વિરલા હોય છે. પિતાનું કાર્ય સિદ્ધ કરવા માટે વળી અભયકુમારે બીજુ એ કર્યું કે આખા દેશમાં પાંચ દિવસ પર્યન્ત સર્વ કઈનું દાણ માફ કર્યું. એ સ્થળે અન્ય કોઈ હોય તો એ (દાણ) અસત્ય રીતે ઉલટું વિશેષ પણ લે. વળી ત્રીજું એણે એ કર્યું કે લોકોને ધન પણ આપીને સુખી કર્યો. આમ પાંચ દિવસમાં એણે પૃથ્વી પર કીતિનું વૃક્ષ ખડું કર્યું. અથવા અભયકુમાર જે અતુલ બુદ્ધિમાન મંત્રીજ એ કામ કરી શકે. એટલામાં અભયકુમારને આપેલી પાંચ દિવસની મુદત પૂર્ણ થઈ. અને શ્રેણિક રાજા પણ અન્તઃપુરથી બહાર આવીને રાજ્યાસને બિરા; દિવસ પતિ સૂર્ય રાત્રીને સમયે સિધુને વિષે રહી દિવસના પગમાં ગગનપર આવીને વિરાજે છે એમ. એવામાં મહેલમાં અભાગ્યમારે લાવી મૂકેલું અગણિત દ્રવ્ય એની દષ્ટિએ પડયું. એ જેeો એણે હર્ષપૂર્વક પૂછ્યું–અભય! આ કયાંથી આવ્યું ત્યારે અભયકુમારે ઉત્તર આખે-આપણા સચિવ વગેરે એ આપી ગયા છે. એ આપના શુભ કર્મનું ફળ છે. પરંતુ શ્રેણિક તે અત્યન્ત કોધ કરીને કહેવા લાગ્યા-અરે, તે બહુ જ અનીતિ કરીને નગરજનેને તલની જેમ ચગદ્યા લાગે છે; નહિં તે આમ સહસા એટલું બધું દ્રવ્ય ક્યાંથી હોય? આ પાંચ દિવસમાં તે 2 નિષ્કપટીક 3 ઢગલાબંધ. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust