________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર મનથી તું એકલો જ બુદ્ધિમાન છે પરન્તુ તે જે ઉત્તર આપે છે તે સત્યથી વેગળ છે. પિતાનાં અપમાનકારક વચન સહન કરી લઈને પણ અભયકુમાર તો હર્ષ સહિત કહેવા લાગ્યા–હે પિતાજી, આપ ભલે આ સર્વ સભાજનો સાથે સંમત થતા હો, પરંતુ એટલું તો માનજે કે હું આપને મન મૂર્ખ છું તથાપિ મારૂં વચન સત્ય છે એ હું સિદ્ધ કરી આપીશ એટલે તમે માનશે, કેમકે પ્રત્યક્ષ ઉદાહરણ વિના સત્યાસત્યનો નિશ્ચય થતો નથી. પછી એણે પોતાના ઉત્તરની સત્યતા સિદ્ધ કરવાને પિતા-રાજા પાસેથી અત્યન્ત પ્રાર્થનાપૂર્વક પાંચ દિવસની મુદત માગી લીધી. કહેવત છે કે અત્યાર વિનાના માણસેથી કંઈ ફળ નથી. પછી શ્રેણિક રાજાએ પણ સભા વિસર્જન કરીને પોતે અવધને પૂર્ણપણે વિરોધી છતાં અવરોધને વિષે પ્રવેશ કર્યો. . હવે અભયકુમારે એક તદબીર રચી: એણે નગરમાં એવી ઉષણ કરાવી કે “આજે શ્રેણિકમહારાજાને ક્ષણવારમાં કઈ મહાન યાધિ ઉત્પન્ન થયો છે. વૈદ્યરાજ કહે છે કે મનુષ્યના કાળજાનું બે યવ માંસ હોય તે એનું નિવારણ થાય. માટે હે પ્રજાજનો ! જે તમારે તમારા રાજા પ્રત્યે ભક્તિભાવ હોય તો તમે તે આપી જાઓ. આમાં તમારી કસોટી થવાને પ્રસંગ આવ્યે છે. આરામ થયેથી કૃતાર્થ રાજા તમને સદ્ય તમે ઈચ્છશે એ ? આપશે.” પણ આવી ઉદ્ઘાષણથી કોઈપણ માંસ આપવા આવવા તત્પર થયું નહીં. કેમકે જાણીબુઝીને કેણુ મૃત્યુ વ્હોરી લે ? જગતના સર્વ પ્રાણીઓને પ્રાણ હાલા હોય છે. કૃમિ એટલે ન્હાનાં જીવડાંને પણ મોત ગમતું નથી. પછી તો જેમણે આવેશમાં આવી જઈ સભાને વિષે માંસ જોઈએ એટલું મળે છે” એમ પ્રતિપાદન કર્યું હતું તે સર્વમાંના પ્રત્યેકને બોલાવીને અભયકુમારે કહ્યું " મહારાજાના વ્યાધિની ઉપશાન્તિને અર્થે અકેક યવભાર માંસ આપે, કેમકે તમે ભરસભામાં સર્વની સમક્ષ “માંસ સુલભ છે " એમ કહ્યું છે. પરંતુ એ સર્વેએ 1. (1) શત્રુના નગરને ઘેરો ઘાલવો તે; (2) અન્તઃપુર. . LAS Gunrattiasuri M.S. Jun Gun Aaradhak Trust