________________ નન્દાના નન્દનનું નવીન નાટક! ત્યજીએ તે તો પછી અમારે આ રત્નનું પ્રયોજન જ શું? પછી તે અમારે એ પાષાણુ જેવાં જ. હે સ્વામી ! ઘરમાં બકરીનું ઠેકાણું હેય નહિ ત્યાં હાથી બાંધવાને વિચાર કરીએ એ જે વૃથા છે. તે જ સ્ત્રી, નાનને અગ્નિ વિના રત્નાદિ દ્રવ્યને સંગ્રહ વૃથા છે. અભયકુમારે તે પિતાની હિકમત ફળવતી થશે જ—એમ ધારી મૂકયું હતું. એટલે લાગ જોઈને કહ્યું–તમારામાં કેઇ એ ન હોય તે પછી આ મુનિ એવા છે એને એ આપી દઊં. તમે તે જે કે જાણે પંડિત-વિદ્વાન હો એમ એને ઉપહાસ કરે છે, પરંતુ ખરેખરૂં દુષ્કર કાર્ય તે એજ કરે છે કેમકે એણે તો સ્ત્રી, સ્નાન ને અગ્નિ ત્યજ્યાં છે એટલું જ નહિં પણ ઉપરાંત આવાં અમૂલ્ય રત્નોને પણ ત્યાગ કર્યો છે. એમની તે રત્નરાશિ ને તૃણસમૂહ પર, નાગણી ને દેવાંગના પર, શત્રુ ને મિત્ર પર, સ્વજન ને પરજન પર, સ્તુતિ કરનારાને નિંદા કરનારા પર સમાન દષ્ટિ છે. આવા ઉત્તમ ચારિત્રવાન મુનિ ઉપહાસ ને નિંદાને ચગ્ય છે કે ઉલટા આદરમાન, વંદન અને સ્તુતિને પાત્ર છે? એને જરા વિચાર કરી જુઓ. મુનિજનની નિંદા કરવાથી અને એમનાં અપવાદ બોલવાથી સંસારસમુદ્રમાં કાળનાકાળ પર્યન્ત ભ્રમણ કરવું પડે છે. માટે મહાન સમૃદ્ધિને ત્યાગ કરનારા એવા મુનિજનને નમે, એમનો સત્કાર કરો, એમની સ્તુતિ કરે ! અભયકુમારનાં હિતવચને શ્રવણ કરી પશ્ચાત્તાપ પામેલા નાગરિકે કહેવા લાગ્યા “હે વિદ્વતશિરોમણિ, આપનાં વચનો અમને પ્રમાણ છે, કેમકે એ અમારે ભવભ્રમણમાંથી ઉદ્ધાર કરનારાં છે. હે મંત્રીવર, બળપુરૂષો એક સજનનો ઉપહાસ કરે એમ અમે એ મુનિવરને ઉપહાસ કર્યો એ અમારી નરી મૂર્ખતા છે. હવેથી અમે નિશ્ચયે કદાપિ એવું નિન્ય કાર્ય કરીશું નહિં. અમે મૂળથીજ 'કુવ્યવસાયને લીધે પાપમાં બુડેલા છીએ એટલે આ તે અમારે જળમાં ગળે શિલા બાંધીને ઉતર્યા જેવું થયું. તમે અમારા શ્રેષ્ઠ હિતસ્વી-ગુરૂ બનીને, જેમ ધનદેવ શ્રેષ્ઠીના પાંચસો વાહનોને 1. કનિષ્ટ પ્રવૃત્તિ-વ્યાપાર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust