________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રાખવું પડે છે એમ નવદીક્ષિતનું પણ મન રાખવા માટે જ હોયની! આમ વિહાર કરી જવાનું ઠર્યું એટલે રાજ્યના અમાત્ય બુદ્ધિસાગર અભયકુમારની રજા માગી, કારણ કે એ ઉચિત વિવેક રાખવાથી વિદ્વાન ભકતજનનું પણ ગૈરવ સચવાય છે. ગણધરરાયના વિહારની વાત સાંભળી ઉદ્વિગ્ન થઈ અભયકુમારે વિનયસહિત પૂછયું- હે પ્રભુ! આમ એકાએક વિહાર કરવાને વિચાર કયાંથી થયે.? શું મારાં પુન્ય ખવાઈ ગયાં અને પાપ ઉદય આવ્યાં? પણ ગુરૂરાજે અતિ સર્વ ખુલાસો કર્યો, એટલે ચતુર અમાત્યે ઉંડે વિચાર કરીને કહ્યું–હે સ્વામી, આપ ફકત એક દિવસ શેકાઈ જાઓ.. પછી આપના મનમાં આવે એમ કરજે. ભક્તનું આ કથન ગુરૂથી અમાન્ય કરાયું નહિં. અભયકુમારે તે તુરત એક હિકમત શોધી કાઢી. રાજ્યના ભંડારમાંથી રને ભરેલી ત્રણ પેટીઓ મંગાવરાવીને ચાટા વચ્ચે મુકાવી. રત્નના કિરણો વડે ઝળહળી રહેલી એ મંજુષા જાણે વસુંધરાએ અભયકુમારના બુદ્ધિચાતુર્યથી પ્રસન્ન થઈને (પિતાનામાં રહેલો ) વસુનિધિ એટલે દ્રવ્યભંડાર પ્રકટ કર્યો હોયની એવી વિરાજી રહી. પછી એણે પોતાના વિશ્વાસપાત્ર માણસદ્ધારા સકળ નગરને વિષે એવી ઉદ્ઘેષણ કરાવી કે “જે જે પ્રજાજન લેવા આવે એ સર્વને અમાત્ય રને વહેંચે છે, માટે ચાલો, લઈ જાઓ અને તમારું દ્રારિદ્રય ટાળે.” આ પ્રકારને ઢંઢેરો આખા નગરમાં પીટા. એ સાંભળીને સંખ્યાબંધ પ્રજાજને વનમાંથી ઘરભણ ગાયનાં યૂથ વહ્યાં આવતાં હાયની એમ, ત્વરિતપણે આવવા લાગ્યા. એમને અભયકુમારે કહ્યું સ્ત્રી, અગ્નિ અને જળ-એ ત્રણ વસ્તુઓને ત્યાગ કરે એવો કોઈ તમારામાં હોય એને આ રત્નમંજુષા આપવાની છે. કેમકે વિજય જેમ ખરા સુભટને જ પ્રાપ્ત થાય છે તેમ એ પણ એવી ટેકવાળાને પ્રાપ્ત થાય એવી મારી ઈચ્છા છે. જોકે એ સાંભળીને વિનયપૂર્વક કહેવા લાગ્યા “જે યુવતિ, જળસ્નાન અને અગ્નિ–એટલાં વાનાં - 1 પૃથ્વી. 2. કારણકે વસુન્ધરા બહુરત્ના કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust