________________ કઠિયારાનું કઠિન કષ્ટ. ઉપદેશની એકદમ સચોટ અસર થઈ. એટલે એણે ઉભા થઈ એમને ઉત્તમભાવપૂર્વક વિનતિ કરી–હે મુનિરાજ ! આપના ઉપદેશથી મારું મન સંસારથી વિરકત થયું છે માટે મને તે અહિંથી મારે ઉદ્ધાર થાય એવી એગદીક્ષા આપો. કહ્યું છે કે આવા સંસારત્યાગરૂપ દુષ્કર કાર્યમાં સાહસિક અને ઉત્સાહભર્યું મન જ હેતભૂત છે; માણસની ધનાઢયતા કે રંકતા હેતુભૂત નથી. ગણધર મહારાજે પણ (પાત્રની) ચોગ્યતા જોઈને એને દીક્ષા આપી. પછી એને મુનિને આચાર શીખવો શરૂ કર્યો–જેથી એની ભવસ્થિતિ દઢ થાય. હવે વાત એમ બની કે અન્ય મુનિઓની સંગાથે રાચરી અથે કે જિનમંદિરે દર્શન અર્થે જતાં આવતાં માગમાં લેક એ નવદીક્ષિત મુનિને ઉપહાસ કરવા લાગ્યા. કેમકે શ્વાનજાતિની ભસવાની પ્રકૃતિ હેાય છે-તે ભસ્યા વિના રહેતી નથી. " અહો! આણે અતિ દુષ્કર કાર્ય કર્યું છે! એનાથી શી રીતે એની એવી સંપત્તિને ત્યાગ થઈ શકો ? નિરન્તર કાષ્ટના ભારા વહીલાવારૂપ કારભારું એ જ છેડી શકે ! ચાલો, બિચારાને ઉદરપૂરણની ચિન્તા તે આળસી! હવે ભિક્ષામાં સારી રીતે ભેજન મળશે અને રહેવાનું પણું સુખ થશે. મુધાના સતત દુ:ખમાંથી છુટયે એ બહુ સારું થયું.” આવાં આવાં ઉપહાસનાં વચને લેકે એને સંભળાવવા લાગ્યા. એથી એનું મન બહુ દુભાવા લાગ્યું. કારણકે જગતમાં માણસથી જન્મ, કર્મ કે મર્મ સંબધી નિન્દાનાં વચને સહ્યાં જતાં નથી. એટલે એણે ગુરૂને અંજલિ જેડી પ્રાર્થના કરી કે, હે પ્રભુ! અહિંથી તે હવે સત્વર વિહાર કરે. મારાથી અપમાનના શબ્દો સંભળાતા નથી. ગુરૂએ પણ સર્વ વાત જાણી લઈને એનું કહેવું માન્ય કર્યું–તે જાણે નવવિવાહિતનું મન 1 જન્મની-જન્મમરણની મર્યાદા બંધાય. (કેમકે જન્મમરણના ફેરા ઓછા કરવા એજ દીક્ષા લેવાનું પ્રયોજન છે.) 2 ભિક્ષાથે ફરવું એનું નામ “ગોચરી” (ગો–ગાય ચરે એમ ચરી આવવું). ગાય ચરે છે એ પૃથ્વી પર ઉગેલું ઉપરઉપરથી ચરે છે–પાછળ બીજાં જાનવર માટે રહે છે–તેમ મુનિ ગૃહસ્થને ઘેરથી, પાછળનાને માટે રહે એવી રીતે જુજજુજ વહોરી આવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust