________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. બળદે નદીમાંથી ઉદ્ધાર કર્યો હતો તેમ, અમારે અનીતિના માગથકી ઉદ્ધાર કર્યો છે. આમ કહી પ્રજાજન જાણે પોતાને સમસ્ત રત્નસમૂહ પ્રાપ્ત થયે હાયની, એમ પૂર્ણ હર્ષ પામી પોતપોતાને ઘેર ગયા; જેવી રીતે સોગઠાબાજીમાં, જીતનારની સંગઠીઓ ઘર” માં જાય છે તેમ. એ પછી બુદ્ધિસાગર અભયકુમારે જઈને સુધર્મા ગણધરને કહ્યું–હે ગુરૂ, લેકે હવે વિવેકાવિવેક સમજતા થયા છે માટે આપ હવે તે અમને બોધ આપવા અહિં સ્થિરતા કરો. આપના નવદીક્ષિત શિષ્ય પણ સુખે વિધિપૂર્વક વ્રતનું અનુપાલન કરે અને અમે પણ આપ અહિં સ્થિર થાઓ એટલે આપના ચરણયુગલની સેવાભક્તિ કરીએ. એ સાંભળી ગણધર મહારાજાએ પણ આશિષ આપી કે હે બુદ્ધિનિધાન, તું સત્યજ મુનિજનના હૃદયરૂપ કમળપર ભ્રમણ કરનાર ભ્રમર છે; તારાં સર્વ અનુષ્ઠાન ધર્મની ઉન્નતિ કરનારાં છે, માટે તું આ આપણું ઉત્કૃષ્ટ ધર્મની ધુરાને નિત્ય વહન કરતો ચિરંજીવ રહે. આમ અભયકુમાર પિતાના વિચિત્ર ચરિત્રથી અખિલ પૃથ્વીમંડળને ચમત્કાર પમાડતો ત્રણે પુરૂષાર્થોને સાધતે “પિતાના રાજ્યમાં પુત્ર દિવાન” નું અભિધાન સાર્થક કરતો હતે. એકદા અવસરે શ્રેણિક નરપતિ સભામંડપને વિષે બેઠે હતે. શ્રેષ્ઠ વસ્ત્રાલંકારથી વિભૂષિત થયેલી વારાંગનાઓ ચન્દ્રમાં સમાન વેત ચામરેવડે એને વાયુ ઢાળી રહી હતી. અનેક મન્ત્રીઓ, પરિગ્રહવેગ, પુત્ર પરિવાર આદિથી મંડપ ભરાઈને શોભી રહ્યો હતો. માંડલિક રાજા શ્રેણિક નરપતિના ચરણકમળ સેવી રહ્યા હતા. અને ઉત્કૃષ્ટ આનન્દ આપનારા સંવાદો ચાલી રહ્યા હતા. એવામાં રાજગૃહીના ઈન્દ્ર કહેવાતા શ્રેણિક ભૂપાળે સભાજને સમક્ષ પ્રશ્ન કર્યો " આ સમયે એવી કઈ વસ્તુ છે કે જેનું વિશેષમાં વિશેષ મૂલ્ય હાય ?" અહા ! જુઓ તે ખરા ! રાજાનું મન, પૂર્ણ સુખમય જીવન નિર્ગમન કરવાને લીધે કયાંનું ક્યાં દોડે છે! 2. વિશેષણ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust