________________ ( 124) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, અપયશ અને અકસ્માત્ આ સાતે ભયની દરકાર પડતી મૂકી. જાતિમદ, કુળમદ, બળમદ, રૂપમદ, તપમદ, ઐશ્ચર્યમદ, જ્ઞાનમદ અને લાભમદ એ આઠે ત્યજી દીધા. સ્ત્રી પશુ અને નપુંશકથી સંત વસંતિ, સ્ત્રી જાતિની કથા, સ્ત્રીઓનાં અંગેપાંગનું નિરીક્ષણ, સ્ત્રી જે આસન ઉપર બેઠેલી તેના ઉપર બેઘડીની અંદર બેસવું, ભીંતને આંતરે રહેલા દંપતીને હાસ્યવિનોદનું શ્રવણ, પૂર્વ ભેગવેલા વિષયસુખનું સ્મરણ, નિત્ય સ્નિગ્ધ આહાર અને પ્રમાણથી અધિક આહાર–આટલાં વાનાં પરિહર્યા. વળી નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળતા આ અભયકુમાર મુનિશ્રીએ શરીરને પણ શોભાવવાની વાત વિસારી મૂકી. સરલતા, મૃદુતા, ક્ષમા, નિર્લોભતા, સત્યભાષણ, સંયમ, તપ, પરિગ્રહ, ત્યાગ, બ્રહ્મચર્ય અને શોચ એ દશ પ્રકારને ધર્મ ઓળખી એ પ્રમાણે વર્તન રાખ્યું. વળી દર્શન, વ્રત, સામાયિક, વિષધ, કાત્સર્ગ, બ્રહ્મચર્ય, સચિત્ત વસ્તુને ત્યાગ, આરંભનો ત્યાગ, આદેશનિર્દેશનો ત્યાગ, ઈચ્છાનો ત્યાગ અને સાધુરૂપતા આ અગ્યાર શ્રાવકની પ્રતિમાઓ કહેવાય છે તેના તથા બાર સાધુની પ્રતિમા, 1 ભિક્ષ પ્રતિમા–અભિગ્રહ વિશેષ પહેલી પ્રતિમા એક માસની તેમાં હમેશાં આહાર તથા પાણીની એક દત્તી લેવા કલ્પ, દત્તી એટલે એકી સાથે જેટલો આહાર દાતાર આપે તેમાં ધારા ન ત્રુટે તેનું નામ દતી 1, બીજી પ્રતિમા બે માસની તેમાં બે દત્તી લેવી કપે 2, ત્રીજી. ત્રણ માસની તેમાં હમેશાં આહારની અને પાણીની ત્રણ દત્તીજ લેવી કલ્પે 3, ચોથી પ્રતિમા ચાર માસની તેમાં હમેશાં ચાર દત્તી લેવી કલ્પ ૪,પાંચમી પાંચ માસની તેમાં પાંચ દત્તી લેવી કલ્પ 5, છઠી છ માસની તેમાં છ દત્તી લેવી કપે 6, સાતમી સાત માસની તેમાં સાત દત્તી લેવી કલ્પ 7, આઠમી પ્રતિમા સાત દિવસની તેમાં એકાંતર ચઉવિહાર ઉપવાસ નગરની બહાર ઉત્તાન આસને ઘોર ઉપસર્ગ સહન કરવા 8, નવમી સાત દિવસ એકાંતર ચઉવિહાર ઉપવાસ નગરની બહાર ઉભુટુક, વક્રાષ્ટશાયી અથવા ડાયટિક આસન ઉપસર્ગ સહન કરવા 9, દશમી સાત દિવસની એકાંતર ચઉવિહાર ઉપવાસ ગાદેહિક અથવા વીરઆસન 10, અગ્યારમી એક અહોરાત્રિની ચઉવિહાર છઠ 11, બારમી ચઉવિહીર અઠમથી એક રાત્રિની 12, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust