________________ બાર સાધુની પ્રતિમા પયંત ગુણેનું વર્ણન. (13) સ્પર્શ—એ પાંચે ઈન્દ્રિયોના વિષયોના કડવા મીઠા અનુભવને વિષે સમતાભાવ ધારણ કરી–લેકેને આશ્ચર્યચકિત કરી નાખ્યા. બહુ શું કહેવું–ભવ કરવા પડે કે મોક્ષ પ્રાપ્ત થાય-બેઉ પર એ નિસ્પૃહ રહ્યો. અનેકવિધ દ્રવ્ય, ગ્રામનગર આદિ ક્ષેત્ર, સમય પ્રમુખ કાળ અને પર્યાયરૂપ ભાવને વિષે તથા બાલ્ય તરૂણ અને વૃદ્ધ અવસ્થાઓને વિષે કે અન્યત્ર પણ કયાંઈ એણે પ્રતિબંધ (મેહ) રાખેજ નહિં. અને પશુ માનવ કે દેવના કરેલા–અનુકુળ કે પ્રતિકુળ-અલ્પ કે મહાન ઉપસર્ગોને વજસમ ધૈર્યવડે સહન કરી લઈ પિતાની જાતને સર્વ સત્યવંત પ્રાણીઓને વિષે શિરેમણિ પુરવાર કરી આપી. અભયાષીશ્વરે એક અસંયમ, રાગદ્વેષરૂપી બેઉ બન્ધના અને મન વચન કાયા સંબંધી ત્રણ દંડ પરહરી દીધા. રસ, રિદ્ધિ અને સાતા વિષયક ત્રણે ગરવ ત્યજી દીધા. માયા નિદાન અને મિથ્યાત્વ સંબંધી ત્રણે શલ્ય કાઢી નાખ્યા. જ્ઞાન દર્શન અને ચારિત્રની કદિ પણ વિરાધના કરી નહિ. મન વચન તથા કાયાને કબજામાં રાખ્યાં. કોધ, માન, માયા અને લેભરૂપી ચારે કષા પર અંકુશ રાખ્યો. આહાર, ભય, પરિગ્રહું અને મૈથુન એ ચારે સંજ્ઞાઓ કાઢી નાખી. રાજ્ય, દેશ, સ્ત્રી અને ભેજનું વિષયક ચારે વિકથાઓ વિસારી દીધી. આર્ત કે વૈદ્ર ધ્યાન પડતું મૂકી ફક્ત શુકલ અને ધર્મધ્યાન પરજ ધ્યાન રાખ્યું. કાય, અધિકરણ, દ્વેષ, પરિતાપ અને વધથી થતી પાંચે ક્રિયાઓ-પાપાનુષ્ટનેને વિસર્જન કર્યો. ચક્ષુ, ઘાણ, જી હા, સ્પર્શ અને કર્ણ, એ પાંચે ઇંદ્રિયેના ગુણોને ઉપગ પડતો મૂકો. હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહને દેશવટે દીધો. ઈર્યા ભાષા, એષણ, આદાન અને ઉત્સર્ગ આદિ સમિતિઓની સાથે સંબંધ દઢ કર્યો. પૃથ્વી, પાણિ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ જીવોની રૂડી રક્ષા કરી. પિતાની વિચારસૃષ્ટિ પર કૃષ્ણ, નીલ કે કાપત લેશ્યાને પ્રકાશ ન પડવા દેતાં તેજ, પદ્ધ અને શુક્લ લેશ્યાને પ્રકાશ આ . આલોક, પરલેક, આદાન-ચેરી આજીવિકા, મરણુ , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust