________________ : - તપાલન ઉપર રોહિણની કથા. (117) . મગધદેશની ઉત્તમ–પ્રખ્યાત શાળ નીકળી. એ બીજે વર્ષાકાળે પાછી વાવી. એમ પૂર્વની વિધિએ વવરાવતાં ને વળી કૃષિ આદિ કિયા કરતાં એમાંથી અનેક કુંભપ્રમાણુ શાળ તૈયાર થઈ. ભાગ્ય અનુકુળ હોય ત્યાં પછી શી ખામી ? પછી ત્રીજે અને એથે વર્ષે એજ ક્રિયાઓથી સહસ્ત્ર કુંભપ્રમાણું તૈયાર થઈ. પાંચમે વર્ષે વળી કંઈ પાર ન આવે એટલી તૈયાર થઈ. તે જાણે રેહિણને સર્વવધુમાં પ્રથમ પદ અપાવનારાં શુભ કર્મોની સમુહબદ્ધ હારમાળા હાયની ! છે. એવામાં કઈ અવસરે પુનઃ ધનાવહ શેઠે સમસ્ત નાગરિક તથા વધુઓનાં પીરીયાને તેડી જનાદિથી સત્કારી સર્વને મંડપમાં બેસાડયા. પછી ચારે વધુઓને ત્યાં બેલાવીને કહ્યું છે પુત્રીઓ, મેં તમને પૂર્વે શાળના પાંચ કશું આપ્યા હતા તે લાવે. ચારમાંથી એક-ઉક્ઝિકાએ તે ઘરમાં જઈ કઠીમાંથી પાંચ કણ લાવી સસરાજીના હાથમાં મૂક્યાં. એટલે એને શેઠે પૂછયું–હે પુત્રી, તને તારા માતપિતા ભાઈભાંડુ અને સાસુસસરાના સેગન છે–સત્ય કહી દે કે આ કણ પેલા જ કે બીજા ? એ સાંભળી એણે પિતાની - હતી એવી વાત સત્ય જણાવી દીધી; કારણ કે નિર્ગુણને પણ શપથ અલા સમાન છે. પછી ભગવતીએ પણ કોઠીમાંથી કણ લાવીને સસરાના હાથમાં મૂક્યા. કેમકે ફેંકી દીધેલી કે ખવાઈ * ગયેલી વસ્તુ પુનઃ કયાંથી લાવી શકાય? એને પણ, યથાવસ્થિત વાત કઢાવવાના પ્રયોગના જાણકાર વૃદ્ધ શેઠે અનેક શપથપૂર્વક પૂછયું એટલે એ પણ સર્વ હકીકત માની ગઈ. કેમકે વ્યન્તરે પણ આપેલા શપથને લેપ કરતા નથી. ત્રીજી રક્ષિકા નામની વધુ આવી એણે તો પોતે સાચવી મૂકેલા હતા એ પાંચ મૂળના કણે લાવીને સસરાને આપ્યા, શપથ આપીને પુછવા પરથી, એણે પોતાની વાત હતી તે નિવેદન કરી. હવે વારે આવ્યો ચોથી રેહિણીને. એણે સસરાને કહ્યું- હે પિતા, કૃપા કરી અને ગાડાં, બળદ, ઉંટ, ખચ્ચર વગેરે વાહનો મને આપો એટલે મારા શાળના -કણ તમને મંગાવી આપું. એ સાંભળીને પરમ પ્રીતિપૂર્વક શેઠે - પુછયું “હે પુત્રી, તું આ શું કહે છે? એટલે પેલીએ ઉત્તરમાં : Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust