________________ (116) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, તે રાખવા. આમ ચિન્તવીને એને એ પાંચ કણ એક વસ્ત્રના ટુકડામાં બાંધી દંઢ ગાંઠ વાળી. અને એ ગાંઠને પિતાના અભરકર્ણના કરંડિમાં સાચવીને મૂકી. એટલું જ નહિ પરંતુ એને તે હંમેશાં સાંજ સવાર બહાર કાઢી એની કોઈ પવિત્ર વસ્તુની જેમ આદરપૂર્વક ભક્તિ કરવાનું જારી રાખ્યું. તે પછી 1 છેવટે ચોથી પત્ર વધુને પણ બોલાવીને એને એજ સૂચનાપૂર્વક શાળના પાંચ કણ આપ્યા. આ વહુ, જેનું નામ હિણી હતું એ મહા ચતુર હોઈને વિચારવા લાગી. “મારા સસરાજીજેઓ બ્રહસ્પતિની જેવા બુદ્ધિસાળી, સમુદ્રની જેવા ગંભીર અને મેરૂસમાન બૈર્યવાન, છે, દીર્ધદશી છે, બહુશ્રુત છે એને ઘણું ઘણું જોયેલ અને જાણેલ છે તથા મનવાંછિત આપનાર ચિન્તામણિ જેવા અને મહાજનના શિરેમણિ છે-એમને મને સર્વ સ્વજનોની સમક્ષ શાળના પાંચ કણ આપ્યા એમાં નિશ્ચય કંઈ મહાન પ્રયોજન હોવું જોઈએ કારણ કે સત્પરૂષે જે કંઈ કરે છે એ પણ અમુક ફળને અનુલક્ષીને જ કરે છે. માટે આ બાબતમાં મારી મતિ એમ કહે છે કે આ પાંચ કોને મારે વવરાવીને થાય એટલી વૃદ્ધિ કરવી. આમ વિચારીને એને પિતાના ભક્તિમાન સહોદને બેલાવીને કહ્યું આ મારા શાળનાં દાણા છે તે તમે લઈ જઈને ધ્યાન રાખી તમારા ક્ષેત્રમાં વવરા–એમાંથી પુષ્કળ કણ નીપજશે. એ પરથી ભાઈઓએ બહેનનું વચન પ્રમાણ કરીને એ કણ લીધા, અને લઈને પોતાને સ્થાને ગયા. પછી વર્ષાકાળ આવ્યું અને પૃથ્વીપર સર્વત્ર જળ જળ થઈ રહ્યું ત્યારે એમણે એ પાંચે કણ કેઈ શુદ્ધ ક્ષેત્રના ક્યારામાં વવરાવ્યા. કેટલેક દિવસે એમાંથી જે કણ ઉત્પન્ન થયા એ સર્વ પુનઃ અન્યત્ર વવરાવ્યા. આમ વારંવાર યાચિત વવરાવતાં ને એમાંથી ઉત્પત્તિ કરાવતાં શાળનાં તો ડુંડાને ડુંડાં ઉગી નીકળ્યા. ઉદાર–ઉપાર્જક પ્રાણિનાં કર્મનાં બીજ હાયની એમ એને પ્રથમ પુષ્પો અને પાછળ ફળ આવ્યાં. અનુક્રમે એ ડુંડાં પાક પર આવતાં લણી લીધાં અને કસુંબાની જેમ પગતળે ખુંદાવ્યાં. એમાંથી એક પ્રસ્થપ્રમાણુ 9.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust