________________ - - - --- વ્રતપાલન ઉપર રેહિણીની કથા : (115) બાપને ઘેર એવા કણ મેં નથી ભાવ્યા?. લોકોમાં ભારે ઉપહાસ કરાવનારા આ કહ્યું તો સાચવી રાખનારી નથી. જ્યારે એ માગશે ત્યારે એવા બીજા ઘણુએ છે એ આપીશ.” આમ વિચાર કરીને એણે એ કણ ફેંકી દીધા. . . . . . . . . . વળી શેઠે બીજી વધુને બોલાવીને એને પણ એજ પ્રમાણે પાંચ કણ દીધા. એ લઈને એ પણ વિચારમાં પડી. “શું આજે સસરાજી ભાન ભૂલ્યા વૃદ્ધ થયા એટલે બુદ્ધિ ગઈ? આટલે બધે નિરર્થક ખરચ એમણે શામાટે કર્યો? મદ્યપાન કરનારાઓ શિવાય આ નિરર્થક ખરચ કરનારા તે ક્યાંય ભાવ્યા નહિં! વળી દેખાવ તે આમ બહુ કર્યો, ને આપવાની વાત આવી ત્યાં કેમ કણજ મળ્યા ! આ તેં ‘ખાંડણયામાં ખાંડવાનું તો કંઈ નથી, ને સાંબેલાં આપ્યાં છે એના જેવું એક આશ્ચર્ય થયું છે. નથી કાંઈ વૃદ્ધિ કે નથી કંઈ વધામણાં એમાં આવા ખરચ કર્યો એ તે ખાલી મોંયે બચબચ કરવા જેવું થયું છે. હોમાં કંઈ મિષ્ટ વસ્તુ ખાતા હોઈએ ને બચબચા કરતા હોઈએ તે જાણે ઠીક. સસરાજીને ભાઈઓ, પુત્ર કે સાસુજી પણ કંઈ કહી શકતા લાગતા નથી. એ પતે એકલાજ જાણે મોટા સમજુ થઈ ફરે છે ! વૃદ્ધ થયા એટલે યુક્તાયુક્ત ગમે તે કરતા ફરે છે પણ એમને ગણે છે કોણ? કારણ કે બાળકને ને વૃદ્ધને સૈ સમાન લેખે છે. પરંતુ–એમ છતાંયે, એમણે સર્વની સમક્ષ મને કણ આપ્યા છે એ મારે ફેંકી દેવા યોગ્ય નહિં. એમ વિચારીને એ તો ઉપરથી ફેતરાં કાઢી નાખીને પાંચે કણ ખાઈ ગઈ–મનમાં એમ ધારીને કે જ્યારે માગશે ત્યારે બીજા કયાં નથી બહુ છે–એ આપીશ. તે પછી ત્રીજી વસ્તુને બોલાવીને એને પણ એજ પ્રમાણે કહીને શેઠે કણ આપ્યા. આ ત્રીજીમાં કંઈ બુદ્ધિ હશે એટલે એને એ પાંચ કણ લઈ એકાન્તમાં જઈ વિચાર્યું કે સસરાજીએ આમ કણ આપ્યા એમાં નિશ્ચય કંઈ કારણ હોવું જોઈએ. નહિં, તો આટલો આટલો ખરચ કર્યો છે ને સર્વ સમક્ષ મને દેવામાં પાંચ કણ મળે એમ હોય નહિ. માટે એમણે કહ્યું એમ મારે એ સારાવી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.