________________ (24). અભયં કુમાર મારીરનું જીવન ચરિત્ર. . ' આખી જીન્દગી પર્યન્ત મારે ગૃહસંસાર રૂડી રીતે ચાલ્યા કર્યો છે કે કોઈની પણ ફર્યાદ આવી નથી. હવે મારી કઈ પુત્રવધુ એવી જ રીતે ગૃહન નિર્વાહ કરશે એ જાણવા માટે મારે એમની સર્વની પરીક્ષા કરવી જોઈએ. કેમકે ઘરનો આધાર સ્ત્રી પર છે. . - આવા આવા વિચારો એના મનમાં ઉદ્ભવ્યા એટલે પ્રભાતે ઉઠીને રાઈઓને બોલાવી રસાઈ કરાવી; વધુઓનાં પીયરી . તથા અન્ય નાગરિકોને પણ જમવા નોતર્યા અને સર્વને અનેક વસ્તુઓ આદરસહિત જમાડી. ધનને સાચવી એકઠું કરવાની ઈચ્છાવાળાઓનું પણ દિન લોકોને જમાડવાથી કંઈ ઘટી જતું નથી. જમીને મુખવાસ અત્તર; ગુલાબ લઈ, સ્નેહીઓ મંડપને વિષે બેઠા એટલે શેઠે પિતાની જયેષ્ટા પુત્ર વધુને પાસે બોલાવી એને પાંચ શાળના દાણું આપીને કહ્યું “પુત્રી, આ સર્વજનોની સાક્ષીએ અને આ કણ આપું છું એ હું જ્યારે માગું ત્યારે મને પાછા આપજે.” શ્વસૂરે કહ્યું એ સાંભળી કણ લઈ રજા માગી વધુ પિતાના ખંડમાં જઈ વિચારવા લાગી " મારા સસરાજીનું રૂપ અને અગપાંગ સંકોચ પામતા જાય છે સંકુચિત થઈ ગયાં છે એટલું જ નહિં પણ એની ગતિ પણ શિથિલ થઈ ગઈ છે, કેશ ખરવા લાગ્યાં છે, કાન કામ કરતા.નથી. મુખમાંથી મિષ્ટ : વચન ગયાં એની સાથે દાંત પણ ગયા છે. લાજ શરમ ગઈ એની સાથે. બુદ્ધિ પણ વંહી ગઈ છે; કરેળીઆના મુખમાંથી નીકળે છે એમ એના મુખમાંથી પણ લાળ નીકળ્યા કરે છે હાથ કૃશ થઈ જવાથી વલય હોટાં પડે છે, શિર પણ વૃક્ષની શાખાની જેમ હાલ્યા કરે છે એમ દિશ વૃદ્ધાવસ્થા પૂરી બેસી ગઈ છે. છતાં એમની આજ્ઞામાં એશ્વર્ય ન મળે. કોણ જાણે કેમ કોઈ એને આવું ન કરવા જેવું કરતાં વારતું નથી ? આડંબર તે બહુ કર્યો પણ આપ્યા ત્યારે પાંચ કણું! ચકલીની પાસે ભારે મટે ધડાકો કર્યો! દ્રવ્ય ખરચીને ઉત્સવ કર્યો પણ આપવા તો મળ્યા ફક્ત કણ! હણવો હતો એક ઉંદર માત્ર એમાં તે આખો ડુંગર ખોદ્યો ! સાળના પાંચ કશું આપીને એને તેં મને સૌની નજરમાં હલકી પાડી છે ! શું મારા P.P.Ac. Gunratnasuri