________________ શ્રી અભયકુમારને દીક્ષા આપી ભગવાને આપેલ ઉપદેશ (113), . અને શાશ્વત સુખનું ધામ મોક્ષપદ તે સિાથી દુર્લભ છે. આમ સર્વવાનાં એકબીજાથી તર-તમતાએ કરીને દુર્લભ જ છે. છતાં પણ તેં તો, આ સર્વેમાંનું ઘણુંઘણું પ્રાપ્ત કર્યું છે ત્યારે હવે અન્ય. રહ્યું એ પ્રાપ્ત કરવાને માટે, આ પંચમહાવ્રત તે સ્વીકાર્યો છે . તેના સંબંધમાં સવિશેષ યત્ન કરજે. શેઠની રક્ષિકા-અને-રેહિણ પુત્ર વધુઓએ પાંચ શાળના કણના સંબંધમાં કર્યું હતું એમ તું પણ તારાં પાંચવતના સંબંધમાં કરજે એમને સાચવીને પાળજે . અને એમની વૃદ્ધિ કરજે, પ્રમાદ કરીને ઉઝિકાની જેમ તું એમને ત્યજી દેતો નહિં તેમ ભગવતીની જેમ એઓનું ખંડન પણ કરતો નહિ, એ સાંભળીને અભય મુનિએ પૂછયું–હે જગન્નાથ, . એ રેહિણી વગેરેનું શું વૃત્તાન્ત છે એ મને કૃપા કરીને કહો. પ્રભુએ પણ કહ્યું–હે સત્યવાન, સાંભળ:– - આ જ ભરતક્ષેત્રમાં પૂર્વે રાજગૃહ નામના નગરમાં કુબેરનાં જેટલી ધનસંપત્તિવાળો એક ધન નામે શ્રેષ્ટી વસતો હતો. એને એક આદર્શ મહિલા હોયની “એવી ધારિણે નામે પત્ની હતી. ધારિણીની કુક્ષિથી ગજદંત જેવા ઉન્નત અને ગુરૂદેવગિરિસમાન, લિષ્ટ ધનપાલ, ધનદેવ, ધનઘોષ અને ધનરક્ષક નામના ચાર પુત્રોને અનુક્રમે ઉઝિક, ભગવતી, રક્ષિકા અને રોહિણી નામની ચાર સુંદર સ્ત્રીઓ હતી. આવા પરીવારવાળા સુબુદ્ધિમાન શ્રેષ્ટીએ કેટલેક કાળ સુખે નિર્ગમન કર્યો. એકદી એ રાત્રીને છેલ્લે પહોરે નિદ્રામાંથી જાગ્રત થયો તે વખતે એને એવા વિચાર આવ્યા કે , જેવી રીતે અનેક લાયકાતવાળા પુરૂષોને લીધે ગૃહસંસાર નભે છે તેવી રીતે એવી જ લાયકાતવાળી સ્ત્રીઓ હોય તો એમનાથી પણ નિશ્ચય નો જાય. પરિજન ભજન કરી રહ્યા પછી પિતે ભજન કરે, એઓના સૂતા પછી પોતે સૂએ, અને પ્રભાતે એમના પહેલાં જાગ્રત થાય એવી ગૃહિણું ખરેખર ગૃહલક્ષ્મી જ કહેવાય. પિતાનાં સ્વજનો, અતિથિ, સેવકવર્ગ અને પશુઓની, બધી ચિતા પતે જ કરે એવી ગૃહિણી નિશ્ચયે ગૃહલક્ષ્મી જ કહેવાય. મારા પુત્રોની માતા આવી લાયકાતવાળી હોઈને જ, મારી આટલી ** P.P. Ac. Gunratnasuri M.S. 15 Jun Gun Aaradhak Trust