________________ (11) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, કર્યો હોયની ! પછી પ્રભુએ એને ચિત્યવંદન, પ્રદક્ષિણ આદિ વિધિ કરાવી કેમકે આવી વિધિ જિનભગવાનોથી જ ઉદ્ભવી છે. પછી, પ્રભુએ એને, શ્રેણિકે આગળ આણીને મૂકેલે વેષ અપાવ્યું, તે જાણે મેક્ષ મેળવી આપવાની ખાત્રી માટેનું બહાનું જ હોયની ! ગીતાર્થ મુનિઓએ એ વેષ એને ઈશાન દિશામાં લઈ જઈને પહેરાવ્યો; કેમકે ધર્મને વિષે પણ લજા મ્હોટી વાત છે. મુનિનો વેષ ધારણ કરીને ઇયોસમિતિ સાચવતો પ્રભુની સમક્ષ આવ્યો એ વખતે એ માનસરોવરમાં હંસ શેભે એમ સમવસરણમાં શાભી ઉઠયો. પછી ત્રિભુવનનાયકે પોતે એના મસ્તકના કેશ (ટુંપી ટપીને) દૂર કર્યા તે જાણે એના સર્વ—જૂનાધિક કલેશે દૂર કર્યા હોયની! વળી પછી એને પ્રભુએ રીત્યાચાર પ્રમાણે સામાયિકસૂત્ર ઉચ્ચરાવીને પંચમહાવ્રત ગ્રહણ કરાવ્યાં. એટલે હવે ગૃહસ્થ મટીને ત્યાગી સાધુ થયેલાને (અભયકુમાર મુનિને) ઈન્દ્રઆદિ દેવોએ અને શ્રેણિક વગેરે મનુષ્યોએ હર્ષપૂર્વક વંદન કર્યું. મુનિએ પણ એમને અનેક ઉત્તમ મનોરથને પૂર્ણ કરવામાં કુપવૃક્ષ સમાન–એ ધર્મ લાભ દીધા. પછી એણે અંજળિ જેડીને પ્રભુને નમી વિજ્ઞાપના કરી કે હે ભગવંત, હવે ધર્મ સંભળાવે એ પરથી પ્રભુએ દેવ દુન્દુભિના નાદ સમાન ગાજી ઉઠતી વાણી વડે, કર્મરૂપી તખ્તઓને કાતરી નાખવામાં કાતર સમાન–એવી ધર્મદેશનાનો આરંભ કર્યો:' ' . હે મહાભાગ આ રાશીલક્ષ જીવયનિવાળા સંસારમાં ત્રસનિનો અવતાર બહુ દુર્લભ છે. એમાં પણ પંચેન્દ્રિયતા દુર્લભ છે. એમાં વળી મનુષ્યત્વ, આર્યદેશમાં જન્મ, ઉત્તમકુળને ઉત્તમ જતિની પ્રાપ્તિ એટલાંવાનાં દુર્લભ છે. એમાં પણ ઉત્તમ આરોગ્ય ઇન્દ્રિયનું અક્ષતપણું અને સાધુનો યોગ દુર્લભ છે. એમાં પણ ધર્મ શ્રવણની રૂચિ થવી, એમાં પણ ધર્મ શ્રવણનો યોગ, એમાં પણ ઉત્તમ ક્ષાયિક ભાવ અને એમાં વળી સંસારનો ત્યાગ અને મુનિવ્રતનું ગ્રહણ દુર્લભ છે. એમાં પણ ઉત્તમ ક્ષાયિક ભાવ અને એમાં પણ કેવળજ્ઞાન દુર્લભ છે. એમાં પણ જરા, મૃત્યુ, શગ, શોક આદિ સર્વ વિપત્તિઓનો જ્યાં સર્વથા અભાવ છે એવું સર્વોત્તમ * P.P.A. Gunatnasuri M.S.