SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અભયકુમારની વિધિ પૂર્વક દીક્ષા ( 11 ) સારની અસારતા અને વિષયની કટુતા બતાવી આપતે, એક તરફથી અદ્વિતીય પ્રદ અને બીજી બાજુએ પરમ સંવેગ ધારણ કરતા, તથા પિતાનાં સર્વ ચિરંતન ઉત્તમ કાર્યોથી લોકોને ચમત્કાર પમાડતો અભયકુમાર, આગળ પોતે અને પાછળ પિતા–શ્રેણુક, તેથી જાણે પતે પિતાને સન્માર્ગદર્શક દીપક હોયની એમ, પ્રભુના સમવસરણની નજદીકમાં આવી પહોચે. - ત્યાં એનું સર્વોચ્ચ છત્ર દષ્ટિએ પડયું એટલે એ, વિધિજ્ઞ હોઈને, શિબિકામાંથી નીચે ઉતર્યો, તે જાણે વિમાનમાંથી ઈન્દ્ર ઉતર્યો હોયની ઉતરીને રાજા વગેરે સર્વ પરિવારસહિત મેક્ષ લક્ષ્મીના દ્વાર જેવા સમવસરણના દ્વાર સુધી પગે ચાલતો ગયો. ત્યાં પુષ્પ–તાંબુલ વગેરે સચિત વસ્તુઓને ત્યજી, ઉત્તરાસંગ કરી એણે એકચિત્તે અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં જિનેશ્વરના મુખકમળનાં એને દર્શન થયાં કે તરતજ એણે અંજળિ જોડી, જાણે કર્મના સમુદાયને જતાંજલિ આપતો હોયની એમ. પછી ' ત્રણ પ્રકારની શુદ્ધિને લીધે મનોહર જણાતા એ રાજપુત્ર અને સર્વ પરીવારે પુનઃ પુનઃ ભગવાનને નમન કરી, ત્રણવાર પ્રદક્ષિણ દીધી. , ત્યારપછી મગધરાજ શ્રેણિક અને રાણી–નન્દા આદિ સ્વજનોએ અંજળિ જેડી પ્રભુને નમી, સ્તુતિ કરી વિનંતિ કરી કે હે ભગવંત, તમે સચિત્તના ત્યાગી છે તોયે અમારી સચિત્ત ભિક્ષા સ્વીકરે–આ અભયકુમારને ગ્રહણ કરે. એમ કરશે એમાં અમે પણ તરી જઈશું. તીર્થકર મૂકીને અન્ય કયું ઉત્તમ પાત્ર છે (કે જેને અમે અભયકુમારને આપીએ—સોંપીએ) ? ' : ‘એ સાંભળીને, પાપકાર કરવામાં તત્પર એવા જગન્નાથ વીરસ્વામિએ કહ્યું–‘લાવે, લઈએ.”કેમકે ગુરૂઓ (શિષ્યનો) સંગ્રહ કરવામાં ઉદ્યત હોય છે. અભયકુમારેપણુ ઉભા થઈ નમીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે–હે સ્વામી, મારે સંસાર સમુદ્ર થકી વિસ્તાર કરે. એટલે જિનભગવાને પણ વામ ભાગે રહેલા એવા એ અભયકુમારના મસ્તક પર પોતાને હાથે વાસક્ષેપ કર્યો, તે જાણે પુણ્યના કણેનો ક્ષેપ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy