________________ -:: -- * 8 (2) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. - પણ શેઠે જેમ શય્યામાં રહ્યા છતાં બે પુરૂષને અસંવાદ - સાંભળે હતો એમ વળતે દિવસે શેઠાણીએ પણ રાત્રે પોતે શધ્યામાં હતી તે વખતે બે સ્ત્રીઓને પરસ્પર સંવાદ સાંભંન્યા એક સ્ત્રી બહાર ઉભેલી હતી. એણે અંદર રહેલીને કહ્યું–અલિ, તે બહાર નીકળ, હીરે અંદર આવવું છે. હવે મારી સ્વામિની- નો આ ઘરમાં આવીને રહેવાને વાર છે. જેતી નથી કે રાશીઓ પણ પોતપોતાના વારા પ્રમાણે સૂર્યને ભજે છે? એ સાંભળી અંદર રહેલીએ પૂછયું–તું કર્યું છે અને તારી સ્વામિની કેણ છે? પેલીએ ઉત્તર આપે-મારું નામ અસંપત્તિ, ને મારી સ્વામિની (અલક્ષમી એ સાંભળી અંદર રહેલીએ કહ્યું–જેનું નામ લેવાથી કે સુખ સંપત્તિમાં મગ્ન રહે છે એવી મારી ઉત્તમ સ્વામિની હજુ વિદ્યમાન છે ત્યાં તારા જેવી કુલટાનો અહિં પ્રવેશ કેવો? જે! મારું નામ સંપત્તિ છે. ને મારી સ્વામિનીનું નામ લક્ષ્મી છે–ચાદ રાખજે, ભુલતી નહિં. એ સાંભળી બહાર ઉભેલી સ્ત્રી સર્પિણની , જેમ એકદમ ચાલી ગઈ. * * આ વૃત્તાન્ત લક્ષમીએ પણ પ્રભાતે પોતાના પ્રિય પતિને . કહી સંભળાવ્યો. એટલે એણે કહ્યું–પેલા સ્વપ્ન પાઠકે કહ્યું હતું એ બધું સત્યજ કહ્યું હતું. અન્યથા આ બે પુરૂષોને, ને આ બે સ્ત્રીઓને આ સંવાદ ક્યાંથી થાય? નિશ્ચય આપણું પાછળ, આપણું પુત્રનું જ પ્રારબ્ધ સારું નથી. માટે આપણે એને માટે એક કોટિ સુવર્ણ ભૂમિને વિષે ભંડારી રાખીએ. શેષ છે એ ક્ષીણ થશે તેયે આ નિધાનને લીધે પુત્ર અને એની સ્ત્રી દુ:ખી નહિં થાય. એમ કહી નિધિને ભૂમિની અદર ભંડારી પુત્રને બોલાવી બતાવી કહ્યું–અમે વિદ્યમાન છીએ ત્યાં સુધી તું સ્વેચ્છાએ ખા, પી, ને આનન્દ કર. બીજુ દ્રવ્ય ખુટે નહીં ત્યાં સુધી ત્યારે આ નિધિને સ્પર્શ કરવો નહિં. શેઠે આ સર્વ કહ્યા પછી તો ભાઈ સાહેબ ઉલટા આડે રસ્તે ઉતર્યા. એનો દુરાચાર એટલે . વધી ગયા કે માંજરમાં ભ્રમર લપટાય એમ એ એક મદન મંજરી નાની વેશ્યાના કંદમાં ફસાયે. અન્ય સર્વ કાર્ય ત્યજી દઈને એ કુલટામાં આસક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust