________________ અભદ્રના ભાવી સુચક ચિનહે. 1 ) કે “ત્યારે કણિક આપે” તે ઉત્તર આપે કે કણિક બજારમાં છે, જાઓ ત્યાં કોઈ વિખે વળી ગાયત્રીને પાઠ બોલતાં બોલતાં નિર્ભર જજ થઈ કણિક માટે ઉભા જ રહે ને ખસે નહિં તે એ “આ તે નિત્ય આવી આવીને મારા કાનજ ખાઈ જાય છે” એમ કહી . ચુલામાંથી બળતું ઉંબાડીયું લઈ આવી દેડીને દ્વિજની સન્મુખ ધરે. એટલે પેલાઓ પણ કલકલાટ કરી મૂકીને હસતા જાય ને કહેતા જાય કે શેઠના ઘરમાં કોણ કહે છે કે એ વહુ છે? કેઈક રાક્ષસણ આવી લાગે છે! કોઈવાર કોઈ ધુળીઆ બાવા ભિક્ષાથે આવે તે કહે કે–રાખ ચોળીને લંગોટ ભેર આવી કેમ ઉભા છે? લાગે છે ગધેડા જેવા ! આવાં આવાં એનાં નિત્યનાં આચરણ હતાં એથી લોકમાં એની બહુ નિન્દા થવા લાગી. એટલે ભદ્ર શ્રેષ્ઠીએ પણ મનમાંજ દુહાઈ એને પીયેર મેકલી દીધી. કારણ કે ખાલી ઘરને ભર્યું દેખાડવા માટે એમાં ચેરેને થોડા જ ૨ખાય છે? એવામાં એકવાર એમ બન્યું કે ભદ્રશેઠ રાત્રે શયામાં સૂતા હતા એ વખતે કઈ બે જણને એણે કલહ કરતા જોયા. એક બહાર ઉભે હતો એણે અંદર રહેલાને કહ્યું–અરે, તું બહાર નીકળી જા, હારે અંદર આવવું છે. ત્યારે સમય પૂરે થયે, હવે મારા સ્વામીનો વારો આવ્યો છે. એટલે અંદર રહેલ હતે એણે પૂછયું-તું કેણ છે ! તારે સ્વામી કેણ છે? પેલાએ ઉત્તર આ –હું અપુણ્ય છું ને અભદ્ર મ્હારે સ્વામી છે. એ સાંભળી અંદર રહેલે કહેવા લાગ્યું–હારે સ્વામી હજુ વિદ્યમાન છે ત્યાં તારે સ્વામી કેવી રીતે અંદર પ્રવેશ કરી શકશે? દીપક ઝગઝગાટ પ્રકાશતો હોય ત્યાં અન્ધકાર ક્યાંથી આવી શકે ? અપુણ્ય પૂછ્યું-તું કેણ, ને તારે સ્વામી કહે ? પેલાએ ઉત્તર આપેહું પુણ્ય ને મહારે સ્વામી ભદ્રશ્રેણી હે અપુણ્ય, જે તું અહિં આવ્યો તો તારા બુરા હાલ સમજવા. એ ઉત્તર મળવાથી બહાર રહેલો તણ પલાયન કરી ગયે. રાત્રીએ બનેલો આ વૃત્તાન્ત પ્રભાતે ભકશેઠે પોતાની સ્ત્રી શીલવતી લક્ષ્મીને કહી સંભળાવ્યું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust