SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 74 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. તેવી રીતે મધ્યખંડને વિષે એક વિશાળ અને પૃથ્વીના તિલકભૂત વૈશાલિકા નામની નગરી હતી. દક્ષિણદિશાને પૂરી નાંખતી તે કુબેર જેવા અનેક શ્રેષ્ઠીઓથી ઉભરાઈ ગઈ હતી અને આકાશ સુધી પહોચતા સુધાસમાન ઉજજવળ દેવમંદિરને લીધે જાણે અલકાપુરીને હસી કાઢતી હતી. વિદ્વજનને અંતઃકરણની પેઠે તેના બજાર ભિન્નભિન્ન પ્રકારના રસ, સૂત્ર અને નાના પ્રકારના અર્થથી ભરપૂર હતા. તર્કશાસ્ત્રની પેઠે તેમાં અનેક જાતિઓ હતી અને ફળને નિર્ણય કરવાને તર્કસહિત ન્યાયને ઉપયોગ થતું હતું. વળી તેને વિષે, સ્ત્રી-પુરૂષ-હસ્તી–અશ્વમયૂર-હંસ સરોવર-કમળપુષ્પો વગેરેના ચિત્રામણવાળા નાનાપ્રકારના ગવાશે, ચુનાથી ધેલા-પુતળીવાળા-સેંકડો સ્તંભેવાળી અતિવિશાળ શાળાઓ, અને નિર્મળ, સ્વાદિષ્ટ તથા સુગંધિ જળવાળી પરબ ચિરકાળ પર્યત જઈને પાWજને, યુવાનપુરૂષ સ્વરૂપવાન તરૂણીને જોઈને જ જેમ-તેમ, પિતાના ઘર તરફ જવાની ઈચ્છા કરતા નહેતા. " : " એ નગરીમાં હૈયયફળને ચેટક નામે મહીપતિ રાજ્ય કરતે હતે; જેના ગવરૂપી સર્ષે તેના શત્રુગણને દંશ દીધા હતા. પિતે સૂર્યની સમાન તેજરૂપી લક્ષ્મીનું ધામ હતુંઅને તેને ચંદ્રમા સમાન ઉજજવળ યશ સમસ્ત જગતને વેત બનાવી દે હતે છતાં તેના શત્રુઓના મુખપર કાળાશ પાથરી દેતો હતે એ એક વિચિત્રતા હતી ! પણ વિધાતાની પ્રતિકુળતા દુઃખદાયક જ છે. તેની લેટેત્તર ખલતા તેના શત્રુઓની. સ્ત્રીઓનાં ખારાં અને કંઈક ઉષ્ણ નેત્રજળથી સિંચાતાં છતાં, સ્વાદિષ્ટ અને શીત ફળને આપતી હતી ! નીતિમાનું એ એ રાજા જેમ અન્ય જનેના અપરાધ સહન કરતે નહીં તેમ પિતાના દેષ પણ સહન કરતા નહીંજે પિતાની ષષ્ટીનું જાગરણ કરે નહીં તે બીજાની ષષ્ઠીને દિવસે તે શાને જ જાગૃત રહે? યાચકને નિરન્તર દાન આપનારે એને દક્ષિણ કર કદાપિ પરાડભુખ થતો નહીં, પણ શત્રુને પૃષ્ઠભાગેnબાણું આપવામાં
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy