________________ આ નિશાળગરાણું. પછી બાર પ્રકારના વાજિંત્રેના મંજુલ સ્વરની વચ્ચે, ગીત ગાતી સુંદર સ્ત્રીઓ સહિત, અને એકત્ર થયેલા નિશાળીઆઓની સંગાથે, પ્રજ્ઞાવિશાળ ભવ્યપુરૂષને શ્રીજિનાગમ પાસે લઈ ગઈ હતી તેમ શ્રેષ્ઠી અભયને ઉપાધ્યાયને ઘેર લઈ ચાલ્યા. ત્યાં અભયે સરસ્વતી દેવીને ભક્તિ સહિત નૈવેદ્યવડે પૂજીને નમન કર્યું; કારણ કે એની જ કૃપાથી મૃતસાગર તરી શકાય છે. પછી એ ઉપાધ્યાયની પૂજા કરી નમીને એમની પાસે બેઠે; કારણ કે એક પદ શિખવનાર ગુરૂ પૂજવા એગ્ય છે તો શાસ્ત્ર શિખવનાર હોય એમાં શું આશ્ચર્ય ? ( શિષ્ય પાસે બેઠે એટલે ) ગુરૂએ પિતે એને મૂળાક્ષરાની વાચના આપી કારણકે પૂર્વે શ્રીકૃષ્ણ જેવા નિશાળીઆ ગુરૂને " કલ્પદ્રુમ જેવા થઈ પડ્યા હતા. પછી - નિશાળીઆઓને ખાવાની વસ્તુઓથી ભરેલા ખડીઆ પ્રમુખ આપ્યા; કારણકે સર્વ કેઈને પોતપોતાને લાયકની વસ્તુઓની ઈચ્છા હોય છે. આ પ્રમાણે જેનું નિશાળગરણું કરવામાં આવ્યું એવો શ્રેણિકપુત્ર અભયકુમાર, શયામાંથી ઉઠીને, હાનું બાળક માતા પાસે જાય તેમ, નિશાળે જવા લાગ્યું. વિનયી, રસિક અને બુદ્ધિવંત એવો એ પ્રેરણું વિનાજ શીખવા લાગે, કારણ કે કળાપ પૂરવામાં મયૂરને બીજાને ઉપદેશની જરૂર પડતી નથી. પછી તે એકસરખા, ભરેલા, ગોળ અને છૂટા છૂટા અક્ષરે પાટી પર પિતાને હાથે લખવા મંડ્યો. વળી અનધ્યાયને દિવસે તે કે ઈ વખતે વેષ કાઢવાની, તે કઈ વખતે ગેડીદડાની, એક વાર ચેપાટની તે બીજી વાર ઘોડા ઘડાની, આજે એક પગે ચાલવાની તો કાલે વર્તુળાકારે ફરવાની, કઈ વખત ભમરડાની તો બીજી વખત કેડીઓની-એવી એવી રમતો પિતાના સમાનવયના નિશાળીઆઓની સાથે રમવા લાગ્યઃ અહે બાળકને સ્વભાવ કે દુરતિકમ છે ? આઠમે વર્ષે તો એણે, દર્પણ પદાર્થોને ઝડણ કરે તેમ, લેખનથી તે પક્ષીઓના રૂદન સમજવા સુધીની બહોતેરે કળા ગ્રહણ કરી લીધી. 1 જુઓ, ઉપમિત ભવપ્રપંચ કથા. એમાં કહેલી અમુક વાતને ઉદ્દેશીને આ કહ્યું છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust