________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પહોંચી; અથવા લાભ થતો હોય તે કોણ ત્વરા નથી કરત? શ્રેણીની પાસે જઈ એણે વધામણી આપી કે, " હે તાત, આપની પુત્રી નન્દાને દેવકુમાર તુલ્ય પુત્રને પ્રસવ થયે છે. " એ સાંભળીને શેઠે એને પિતે પહેરેલાં મુદ્રિકા આદિ તથા એક સુવર્ણની છબ્લિકા' આપ્યાં; કારણ કે ઉદાર પુરૂષે પ્રિયભાષણ કરનારને શું નથી આપતા ? વળી હર્ષને લીધે શેઠે એને દાસપણામાંથી પણ મુક્ત કરી; અથવા તો પુણ્યવંત પુરૂષને જન્મ કેના અભ્યયને માટે નથી થતું ? પછી, આ બાળક અગ્રેસર થઈને ધર્મધુરાને ધારણ કરશે તથા દુષ્કર્મરૂપી ધાન્યને સાફ કરી નાંખશે એમ સૂચવનાર, ખડીથી ચિત્રેલા, જયસ્તંભ અને મુશલ, સૂતિકાગ્રહના દ્વારની દક્ષિણ અને વામ બાજુએ મુકવામાં આવ્યા. બધુઓ ઘેર નાના પ્રકારના તોરણ બાંધી સુંદર વસ્ત્રાભરણ પહેરવા લાગ્યા. વાજિત્રોના નાદ થવા લાગ્યા; સિભાગ્યવંતી સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી, ગયા ગીત ગાવા લાગ્યા, અક્ષતના પાત્રો આવવા લાગ્યા અને ગોળધાણ વહેંચાવા લાગ્યા. સુંદરીઓનાં ગારવણ મુખ પિંજરિત–સુવર્ણવ થયાં અને ભાલને વિષે સાક્ષાત્ રાગ હેયની એવા કુંકુમના સ્તબકે રચાયાં. વળી આ બાળની પાસે, મંગળિકને અર્થે લાલ કસુંબાવાળું અને આમ્રવૃક્ષના પાત્રોએ યુક્ત એવું દર્પણ ધરવામાં આવ્યું તે જાણે, મસ્તકે લાલ ફટકે બાંધીને પિતાના ભ્રાતા કલ્પવૃક્ષના અંગજ એવા પત્રો સહિત ચંદ્રમા, બૃહસ્પતિને પણ જીતનાર એવા આ બાળકની પાસે વિદ્યા શીખવા આવેલે હેયની શું એમ દેખાવા લાગ્યું. 1 જીભ. જીભવતી હર્ષના સમાચાર આપ્યા માટે સુવર્ણની બનાવેલી છw (એટલે જીભના ઘાટને સુવર્ણના પત્રાને કટકે ) આપે. 2 રાગ (1) સ્નેહ. ( ર ) રંગ. 3 આડ; પીળ, છુંદણું (?) 4 લાલ વસ્ત્ર અને લીલા પત્રોએ યુક્ત એવું દર્પણ કહ્યું છે, તે ચંદ્રમા સાથે દર્પણનું સાદસ્ય લાવવા માટે ચંદ્રમામાં પણ એવા વિશેષણો જોઈએ; તેટલા માટે કવિએ ચંદ્રમાને “લાલ ફટકા યુક્ત " અને “(કલ્પવૃક્ષના) લીલા પત્રની સંગાથ આવેલ " ચિતર્યો છે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.