________________ 36 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. હે સ્વામી, કૃપા કરીને સેવકને હસ્તી પ્રમુખ આપે; કેમકે આશ્રિતવર્ગપર સ્વામી વત્સરળભાવ રાખેજ છે. એ પછી રાજાએ શેઠે ધરેલા ભેટના થાળમાંથી શેષા માત્ર લીધી; કારણ કે કીર્તિરૂપી સ્ત્રીને વિષે લુબ્ધ એવા રાજાઓને નિસ્પૃહતા જ પ્રિય હોય છે. એણે હર્ષ સહિત શેઠને કહ્યું-વણિશિરોમણિ ભદ્રશેઠ, મારે તારા કરતાં કંઈ પણ અધિક નથી; મારું ધન તે તારૂંજ છે, મારી જે જે વસ્તુઓ–પાણીદાર મુક્તાફળો, આભૂષણો પ્રમુખ તારા ઉપયોગમાં આવી શભાભૂત થતી હોય તેને કૃતકૃત્ય જાણવી: અથવા અહિં સર્વ તારું જ છે; એને તું યથેચ્છ ઉપયોગ કર. અમે તો કેટવાળની પેઠે આ વસ્તુઓની કેવળ ચેકી કરવાવાળા છીએ. શેઠે કહ્યું-સ્વામી, આપ મહારાજા કહે છે તે યથાર્થ જ છે કારણ કે કલ્પવૃક્ષ પણ કદાપિ પોતાને માટે ફળ ધારણ કરતું નથી. આપના પ્રસાદથી આજે મારૂં મને રાજ્ય પૂર્ણ થયું છે; કારણ કે રત્નાકરને સેવક કદિ મણિ વિનાને રહે? પછી રાજાએ શેઠને પિતાને હાથે તાંબૂલ આપ્યું: ખરે! મનના ગરવ સહિત અપાય એજ આપ્યું કહેવાય છે. રાજાએ તરત પિતાના અધિકારી વર્ગને " તમે આદર સહિત મધ્યે રહીને શેઠનું કાર્ય ભાવી આપો” એમ આજ્ઞા કરી એટલે શેઠ “આપની મહા કૃપા થઈ " એમ કહી નમન કરી રાજાના પ્રતિબિમ્બે હાયની એવા અધિકારીઓને સાથે લઈ ઘેર ગયે. ત્યાં એમણે છત્ર પ્રમુખને ક્ષણ માત્રમાં એગ્ય એગ્ય સ્થાને ગોઠવી દીધાં. સોનું અને વળી સુગધી-એને કણ ન આદર કરે ? હસ્તિપર બેઠેલી નન્દા, શૈશવાવસ્થામાં રમતી વખતે, સહેદર એવા ઐરાવત પર બેઠેલી લક્ષ્મી જેવી શોભવા લાગી. એના મસ્તક પર રહેલું છત્ર, ઐરાવણુ અને લક્ષ્મીને સહેદરની બ્રાન્તિથી મળવા આવેલું ચંદ્રબિમ્બ હેયની એવું શેભવા લાગ્યું. એને વીંજાતા વેત ચામરે છત્રરૂપી ચંદ્રમાના કિરણોને 1 રાજાએ યશરાજ ભુખ્યા હોય છે એમ કહે છે. 2 ઐરાવત, લક્ષ્મી, ચંદ્ર, ઈત્યાદિ ચેદ રને સમુદ્રમાંથી નીકળ્યાં કહેવાય છે, માટે એમનું એકજ ઉત્પત્તિસ્થાન એથી એઓ સદર કહેવાય.. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.