________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર, ભોગવવામાં તે કઈ વખત સામ-ભેદ-દંડ આદિ ઉપાયોથી શત્રુઓને વશ કરવામાં -આમ ધર્મ–અર્થ અને કામને વિષે યથાકાળ પરાયણ રહેતા, પૃથ્વીને શેષનાગની પેઠે વિધિવત ધારણ કરવા લાગ્યા. અહિં વણાટ નગરમાં, મેઘમાળાને વિષે રહેલા ચંદ્રમાની કાન્તિની પેઠે, નન્દાને, ગર્ભના ચિન્હો પ્રકટ દેખાવા લાગ્યાઃ તેનાં અંગે સર્વ ઢીલાં પડી જવા લાગ્યાં ( કારણ કે મહાપુરૂષને સંપર્ક થયે છતે કેણ સ્તબ્ધપણને ત્યાગ નથી કરતું ?) તેનાં મુખ અને લોચન ફીકી પડી ગયાં (કારણકે શરઋતુ આવ્યે મેઘસમૂહ શું અભ્રકમ સમાન વેત નથી થતું?); તેનાં મુચકુંભ પણ " આના (આ નન્દાના) ગર્ભમાં રહેલા પુરૂષરત્નને આપણું અતર્ગતબળ કંઈ પણ સહાય કરી શકતું નથી ? એવા જાણે વિષાદને લીધેજ હાયની તેમ, મુખને વિષે અતિશય સ્પામતા અને અન્ય સર્વત્ર ફીકાશ ધારણ કરવા લાગ્યા. વિજયી રાજાના રાજ્યની પેઠે, એનું વિકારરહિત ઉદર વળિનો ભંગ કરીને વૃદ્ધિ પામવા લાગ્યું. એની ગતિ જે મૂળે મંદ તે હતી તે હવે વિશેષ મંદ થઈ મહેતા માણસથી સમાકાન્ત થયે છતે ( જરાએ ) હલી કે ચલી શકવું એજ આશ્ચર્ય છે. એને આળસ બહુ થતું હતું એ જાણે બાળક ક્ષમાશીલ થશે એમ સૂચવતું હતું; વળી એના દક્ષિણ અંગની ગુરૂતા અનુમાન કરાવતી હતી કે ગર્ભમાં પુત્ર છે. ઉષ્ણતા થશે તો ગર્ભને દુઃખ થશે માટે એના સુખને અર્થે શીતવાયુ ગ્રહણ કરવાને માટેજ 1 મેઘનીમાળા અર્થાત વાદળાં. 2 અક્કડપણું. + અબરખ. - 3 ગર્ભવતી સ્ત્રીના સ્તન મુખ–ડીટડી–ની આસપાસ શ્યામ થઈ જાય છે. કે આ વિશેષણ સાભિપ્રાય છે. વિકાર-વ્યાધિ-રહિત. વ્યાધિને લીધે ઘણાને ઉદર વૃદ્ધિ પામે છે, પણ આ તે વ્યાધિ વિના વૃદ્ધિ પામવા લાગ્યું. 5 વળિ વાટા, પિટ ઉપર વાટા પડે છે તે. ગર્ભવતીનું ઉદર વધે એટલે એ વળિો ભંગ થાય, વળી મટી જાય. 6 મોટો માણસ પાસે હોય ત્યારે સામે માણસ થંભાઈ જાય છે; તેમ નન્દાની પાસે (=ગર્ભમાં) મહાપુરૂષ હોવાથી જાણે મંદગતિ થઈ. 9 દક્ષિણ અંગ ભારે હોય છે તે ગર્ભમાં પુત્ર, અને વામ અંગ ભારે હોય છે તે, પુત્રી હેય છે એમ કહે છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust