________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આમ વિચાર કરી પિતાસમાન શ્વશુર-શ્રેણીની આજ્ઞા માગી શ્રેણિકકુમાર, હંસ હંસીની પાસે જાય તેમ, નન્દા પાસે ગયે. ત્યાં જઈ વક્તાઓને વિષે શિરોમણિ એ એ બોલ્યા- હે પ્રિયા. હે સદ્ધર્મચારિણી, મારા પિતાએ મને તેડાવ્યો છે માટે હું અહિંથી જાઉં છું. જેને લીધે લેકે તને બીજના ચંદ્રમાની પેઠે નમે છે એવા તારા શીલવ્રતનું તું તારી જાતની પેકેજ રક્ષણ કરવામાં નિતર યત્નવતી રહેજે. કારણકે એ શીલ કુળની ઉન્નતિ કરવાવાળું, વિપત્તિને નાશ કરવાવાળું અને (સર્વ કેઈનું) કલ્યાણ કરવાવાળું પરમભૂષણરૂપ છે. મારે વધારે શું કહેવું ? એવું વર્તન રાખજે કે જેથી બન્ને લેક અને બને કુળ ઉજવળ રહે. તારા જેવી અદ્વિતીય ગુણવાળી સ્ત્રીને મારે શિખામણ આપવી એ ચંદ્રમાને ઉજવળ કરવા પ્રયત્ન કરવા જેવું છે. આમ કુમારે નન્દાને અમૃત . સમાન કોમળ વાણુથી બોધ આપે. કારણકે અન્ય સ્થળે મૃદુતા રાખવી કહી છે તે સ્ત્રીઓને વિષે મૃદુતા રાખવી જોઈએ) એમાં તે શુંજ કહેવું? પછી હુનરશા પી વી દે પુરે એવા ઉત્તમ મંત્રના બીજ સમાન અક્ષરે લખીને એણે નન્દાને અર્પણ કર્યો એટલે નન્દાએ કહ્યું- હે સ્વામિ, તમારા માર્ગ વિપત્તિરૂપ દધિને મન્થન કરનારે થાઓ; અને તમને સંપત્તિ પ્રાપ્ત થાઓ. પછી મૂર્તિમાન શુભ ભવિતવ્યતા હોયની એવી સાંઢણી ઉપર આરૂઢ થઈને, પિતાનાં પુણ્ય હેયની એવા ઉંટવાળાઓની સંગાથે તેણે રાજગૃહ નગર પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગને વિષે સંસારી જીવની પિઠે અખંડ પ્રયાણ કરતે એ કુમાર ભજન કરતો ત્યાં પણ બીલકુલ બેટી થતો નહિં. તેના મસ્તક પર વૃક્ષે સ્ત્રીજન “લાજ ' ને વર્ષાદ વરસાવે તેમ, પુષ્પને વષોદ વરસાવવા લાગ્યા; રસવાળાં પકવ ફળની, ભવિષ્યમાં રાજા થનારા એવા એને જાણે ભેટ આપવા લાગ્યા; મન્દ વાયુથી હાલતા રક્તપલુરૂપી કરવડે, “તને રાજ્ય મળવાનું 1 એ નામનું એક જાતનું ધાન્ય. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -