________________ * .. * ને દાનું વર્ણન. - : , કોમળ અને સુંદર નિતઓ કામદેવની જાણે અભ્યાસભૂમિ હાયની ! એનું ઉદર કૃશતાને પામેલું છે તે જાણે ઉપર રહેલા વજના ભારને વહન કરવાથી જ હેની ! આલાનસ્તંભનું ઉમૂલન કરીને તથા શૃંખલાને ત્રોડી નાંખીને, કામદેવરૂપી ગજ નિશ્ચયે આના જ શરીરરૂપી નગરને વિષે ફક્યો કરે છે, કારણ કે અન્યથા ગંભીર નાભિના મિષે વિવર અને મરાજિના મિષે લેહશંખલા અહીં હોય કયાંથી ! મારા નેત્રને કામણરૂપ આના પુષ્ટ અને ઉન્નત સ્તન જોઈને જ જાણે કુંભસ્થળે હસ્તીને શરણે ગયા હોયની ! સરલ અંગુલિરૂપી પલ્લવવાળી એની રમ્ય ભુજાઓ સ્ત્રી પુરૂષના મનનાં અભીષ્ટને પૂર્ણ કરવાવાળી જાણે કલ્પ લતાઓ હેયની ! આને રેખાવાળો અને શંખ સમાન ગળાકાર, કંઠરૂપી કંદલ નિશ્ચયે વદન રૂપી કમળનાં નાળનાં વિભ્રમને ધારણ કરે છે. આના કાન્તિમાન્ અને નિરન્તર ગોળ એવા મુખથી પરાજય પામીને જ ચંદ્રમા જાણે શૂન્યભાવને ધારણ કરતો હોયની ! વિદ્રુમને પણ કનિષ્ઠ ગણતા આને અધરોષ્ઠ તે જાણે, હદયમાં નહિં સમાવાથી મુખરંધ્ર થકો બહાર નીકળી ગયેલે મારા પર તેણુને રાગ જ હાયની ! દાંતની બે ઉજવળ પંક્તિને ધારણ કરતી આ બાળા, એને કેઈએ રતિ ધારીને બે કુંદપુષ્પની માળાથી એની પૂજા કરી હેયની એવી દેખાય છે ! જેમ વાદ કરનારા એવા બે વાદીઓની મધ્યસ્થ સભા હોય તેમ આના બે નેત્રોની મધ્યસ્થ આની સરલ નાસિકા (વિરાજી રહી) છે. પરાભવ પામેલા પરાભવ પામેલાની સાથે મિત્રી બાંધે છે એ વાત સત્ય છે કારણકે એના નેત્રથી જાણે પરાભવ પામેલા નીલપદ્મ ચંદ્રમાના પક્ષમાં ગયા છેઝ તમાલપત્રના સમાન અને સ્નિગ્ધ વાળવાળા એનાં ભવાં, જાણે એનાં નેત્રોએ કમળો પર મેળવેલા વિજયને પાટે વીરપટ્ટપ બાંધ્યા હાયની - 1 ભા. 2 રાગ (1) સ્નેહ (2) રંગ. 3 મધ્યસ્થ. [1] કોઈનો પણ પક્ષ કર્યા વિના મધ્યસ્થ રહીને ફેંસલે આપનાર Umpire. (2) વચ્ચે. ૪–અને એથી જ જાણે ચંદ્રમામાં કલંક છે ! 5 વિજયી વીરાને આપવામાં આવતા પટ્ટા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust