________________ વિવાહ પ્રાર્થના સ્વીકાર ખરેખર ભેગી પુરૂષને સર્વ અવસ્થાને વિષે ભેગ પાસે જ હોય છે. આ પ્રમાણે શેઠના ઘરમાં શ્રેણિકે પિતાનાજ ઘરની જેમ રહેતાં ઘણા દિવસ સુખમાં નિર્ગમન કર્યા. એક દિવસે શેઠે ભાગ્યના ભાજન એવા શ્રેણિકને કહ્યું-જેમ નળરાજ દમયન્તીને વયો હતા તેમ તમે પણ મારી પુત્રીનું પાણિગ્રહણ કરે. એ સાંભળી નિસ્પૃહશિરોમણિ એવા શ્રેણિકે ઉત્તર આપે—હે તાત, તમે મારું કુળ જાણ્યા શિવાય મને કેવી રીતે કન્યા આપશે? એક નિર્ધન માણસ પણ વરનું કુળ જાણ્યા પછી જ એને કન્યા આપે છે, તો તમારા જેવા યુક્તાયુક્તને વિચાર કરવાવાળા સમૃદ્ધિવંતની તો વાત જ શી ? તમે એક વસળ પિતા થઈને તમારી સગી પુત્રીને આ પ્રમાણે શા માટે કુવામાં નાખવાનું કરે છે? શેઠે એ પરથી કહ્યું–હે શ્રેણિક, મુનિને વિષે જેમ જ્ઞાનાદિક તેમ વરને વિષે કુળ-રૂપ તથા વિભૂતિ જોવાય છે. દાઢમ ગાયનું દુધ અને ચંદ્રમાના કિરણો સમાન નિર્મળ એવા તમારા ગુણોથી મેં તમારું કુળ પ્રથમથી જ જાયું છે, કારણ કે રૂપ પ્રમાણેજ ફળમાં રસ હોય છે. તમારી. વિભૂતિ પણ મેં આ તમારા શરીરની કાંતિથી જાણી લીધી છે; કારણ કે મૂળને વિષે સરસતા વિના તરૂમાં લીલાશ હોયજ નહિ. વળી તમારું રૂપ તે મકરધ્વજને પણ જીતે એવું છે એ તો પ્રત્યક્ષ જ છે. માટે લક્ષ્મીને જેમ શ્રીકૃષ્ણ, તેમ મારી પુત્રીને તમે જ પેચ ભતો છો. હે કુમાર, જગતને વિષે ચંદ્રમા જેવા જે તમે-એમને હું આ નિર્મળ ત્સનાની સાથે સંબંધ કરાવું છું તેમાં તમે શાને ઉપાલંભ આપો છો? વળી તમે અહીં આવ્યા તેની આગલી રાત્રીએ સ્વપ્રને વિષે મેં કે રત્નાકર સદશે પુરૂષને મારી પુત્રીનું પાણિગ્રહણ કરતા જ છે. માટે આ તમને દેવજ આપે છે; એમાં હું તે માત્ર સાક્ષીભૂત છું–જેવી રીતે હવે પછી પાણિગ્રહણ સમયે અગ્નિ સાક્ષીભૂત થશે તેમ. આ બધું સાંભળી, નમી જવાનું છે સ્વભાવ જેને એવા શ્રેણિકકુમારે ભદ્રષ્ટીનું વચન સ્વીકાર્યું. કારણ કે હેટા પુરૂષ પિતાના વ્રતની જેમ, પરની પ્રાર્થના, ભગ કરતા નથી. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust