________________ ભદ્ધશતુ માતિ. જેમ વિકરણ, પ્રત્યય અને પ્રકૃતિના વાચ અર્થને વિષે સહાય કરે છે તેમ શ્રેણિક પડિકા વાળી આપવામાં શેઠને સહાય આપવા લાગ્યો. એટલે બહુ દ્રવ્ય કમાવાથી શેઠને ઘણે હર્ષ થયે; કારણ કે વણિજન, દુકાન પર જે લાભ થાય છે તેને પુત્રલાભ કરતાં પણ વિશેષ ગણે છે. એ બે -આજે મને આ શ્રેણિક) ના પ્રભાવથી અલ્પકાળમાં આખા વર્ષ જેટલે લાભ થશે. વળી જાણે આજે પ્રભાતે મારી પુત્રીનું પાણિગ્રહણ કરતો જે રત્નાકર સમાન પુરૂષ મેં સ્વપ્રને વિષે જે હતો તે નિઃસંશય આ જ છે. કારણ કે પ્રભાતનું સ્વમ, પ્રભાતની મેઘગર્જના અને પ્રભાતની સ્મૃતિ એ સર્વ સર્વદા ફળદાયી હોય છે. આવા રામ જેવા નરમણિ અને ઉત્તમ સ્વામીને પામનારી મારી પુત્રી નંદાના પણ જનકનંદના સીતા જેવાં ધન્યભાગ્ય સમજવાં. વળી અમારા જેવા સંબંધીઓ પણ ભાગ્યશાળી ઠયો કે પુત્રીને આ પતિ મળે; કારણ કે રૂપ અને શીલ ગુણએ યુક્ત જમાઈ મળ ખરેખર દુર્લભ છે. પુત્રીને અર્થે સ્વામીની શોધમાં ઘેરઘેર. ભમતા પિતાને, રાત્રીને સમયે શેઠીઆઓના ચરણનું મર્દન કરતા વણિકપુત્રની જેમ, બહુ દુઃખ સહન કરવું પડે છે. પાત્રને વિષે સદ્દગુરૂની વિદ્યાની જેમ, કઈ ઘણું ભાગ્યશાળીનીજ કન્યા ઉત્તમ ગુણયુક્ત સ્વામીને વિષે પ્રતિષ્ઠિત થાય છે. આવો વિચાર કરીને તે ઉદાર આશયવાળો શેઠ કુમારને પુછવા લાગે ( કારણ કે કૃપણુતાના ગુણવાળાઓને આવી સ્તુતિ કરવી બહુ ગમે છે)–જેવી રીતે દેવતાઓને જ સેવ્ય એવું પારિજાત કિમણીને પ્રાપ્ત થયું હતું તેવી રીતે તું કયા ભાગ્યશાળીને ત્યાં અતિથિ થયે છે ? કુમારે કહ્યું–હે તાત, લક્ષમીવંત પિતાને પુત્ર પિતાના ઘર શિવાય બીજે ક્યાંય જાય ખરે? કુમારનાં આવાં વચન સાંભળીને, અશોકવૃક્ષ પર જેમ પુષ્પ ઉગી નીકળે તે પ્રમાણે, શેઠને શરીરે હર્ષનાં રોમાંચ ખડાં થયાં. એણે કહ્યું મારાં મહભાગ્ય ! મેં પૂર્વે પૂણ્ય કર્યા હશે! કે તમે મારા અતિથિ થયા; કારણ કે પુણ્યરહિત પ્રાણુઓને . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust