________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. આનન પામે; કારણ કે સુંદર વસ્તુઓ જોવાથી કોને પ્રમોદ, ન થાય ? ( ફરતાં ફરતાં ) શ્રેણિકે એક દુકાને વિશાળ ઉંચી બેઠકપર બેઠેલા તે નગરના અધિષ્ઠાયક દેવતા હોયની એવા ભદ્ર નામના શ્રેષ્ઠીને દીઠા. એ શેઠ આકૃતિએ સૌમ્ય હતા; અવસ્થાએ વૃદ્ધ હતા; અને શરીરે સુંદર અને ભાગ્યશાળી હતા; તથા એમની મૂછ અને શીષના વાળ લાંબા વધેલા હતા. ભદ્રસૂતિ શ્રેણિક તે એમને ઉદ્યશીલ પુત્ર હાયની તેમ એ શેઠની કરિયાણાથી ભરેલી દુકાન ઉપર જઈને બેઠે. ' " એ દિવસે નગરને વિષે ઉત્સવ હોવાથી, શિષ્યથી ગુરૂ વ્યાકુળ થઈ જાય તેમ, શેઠ ઘરાકોથી વ્યાકુળ થઈ ગયા હતા. કઈ ઉત્તમ વર્ણવાળા લક્ષણની જેવું કપુર માગતા હતા, તે કઈ તાપને નાશ કરવાવાળું સદાગમ જેવું ચંદન માગતા હતા. કઈ અર્થનીતિ જેવી અર્થસારા કસ્તુરી, તે કોઈ રંગને આપનારું, તર્કશાસ્ત્ર જેવું તીક્ષણ કુંકુમ માગતા હતા. કોઈ સ્કુરાયમાન વાસવાળા, નિર્દોષ ધર્મગ્રંથ જેવા સુધી પદાર્થો માગતા હતા, તે કઈ સવેગન ગ્રંથની જેમ દ્રવ્યોગથી બનાવેલું દ્રવ્ય માગતા હતા. કેઈ મહાકાવ્યની જેવી સ્વચ્છ અને ચણ• થઈ શકે તેવી ખાંડ માગતા હતા, તે કઈ અલંકારની પંકિત જેવી સરસ સાકર માગતા હતા. (આ અવસરે) 1. ઉત્તમ વર્ણવાળું = ઉત્તમ રંગવાળું (કપુર); અર્થાત્ બહુજ શ્વેત કપુર; ઉત્તમ વણવાળું (લક્ષણ)=ઉત્તમ અક્ષરોએ યુક્ત એવું લક્ષણ. 2. સદ્દ આગમ શ્રેષ્ઠશાસ્ત્ર. (બાહ્ય) તાપનો નાશ કરનાર ચંદન, અને (અન્તર ) તાપનો નાશ કરનાર સદાગમ. 3. (1) મનહર (કસ્તુરી); (2) અર્થ–દ્રવ્ય-ની સારભૂત (અર્થનીતિ). 4. રંગ (1) રંગ colour (2) આનન્દ. 5. વાસ (1) ગંધ (2) સંસ્કાર 6. નિર્દોષ (1) દોષ વિનાના (ગ્રંથ; (2) દેશ= જીવજંતુ આદિ દેપ-રહિત (૫દાર્થો). 7. સંગ-વૈરાગ્ય-ના ગ્રંથ. 8. દ્રવ્ય યોગથી [1) દ્રવ્યાનુયેગના વિચારથી (ઉત્પન્ન થતા સંવેગન ગ્રંથ); (2) - અમુક અમુક દ્રવ્યો ચીજો) ના ગ–મેળવણી–થી તૈયાર કરવામાં આવેલું ૨પ-વ્યવિશેષ). 9. (1) શીધ્ર સમજાય તેવું (2) વેત. 10. (1) પદ્છે દ થઈ શકે તેવું (2) ભાંગી શકે તેવી. 11. [1] રસ-મીઠાશ-વાળી (સાકર); (2) કાવ્યમાં શૃંગાર આદિ રસ આવે છે તે રસ–વાળા અલંકાર–કાવ્યાલંકાર figures of speech. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust