________________ વિષને પરિત્યાગ–અમૃતનું ગ્રહણ. 263 જય છે પણ એકલે જ. વળી સમુદ્રને વિષે માછલું એકલું કયો કરે છે તેમ એ આ સંસારમાં એક જ પરિભ્રમણ કર્યા કરે છે. એ પ્રાણીને દુર્ગતિમાં પડતાં માતા, પિતા, બાતા, મિત્ર કે સ્વામી કઈ પણ ધારી રાખી શકતું નથી. ફક્ત એક ધર્મ જ પ્રાણીને (દુર્ગતિમાંથી) ધારણ (રક્ષણ) કરી શકે છે; સમુદ્રમાં પહેલાનું, મહાન પ્રવાહણ (વહાણ) રક્ષણ કરે છે તેમ. માટે એ કસાઈને વ્યાપાર ત્યજી દઈને ધમને વિષે પ્રયત્ન કરે; વિષને પરિત્યાગ કરીને અમૃતને ગ્રહણ કરે. આવાં આવાં મનહર વાગ્યે સંભળાવીને સુલસે પિતાનાં બધુઓને પ્રતિબંધ પમાડ્યાઃ કારણકે અભયકુમાર જેવાથી જેને બોધ થયે તેનામાં અન્યને પ્રતિબંધ પમાડવાનું સામર્થ આવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પછી સર્વ પાપાચરણને ત્યજી દઈને, ધમને જ સારભૂત મા છે જેણે એવા અભયકુમારને પોતાના ગુરૂ માની, મેરૂપર્વત સમાન અચળ સમક્તિવાળે સુલસ નિત્ય હર્ષથી વિધિ પ્રમાણે શ્રાદ્ધધર્મ પાળવા લાગ્યું. ઝરત : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust