________________ કૃતની પુત્રને પ્રપંચી પિતા. 248 તછ આહાર દઈને કુતરાને નાખે એમ અવજ્ઞાથી એને આપવા લાગી; અને ધિક્કાર છે એમને કે નાક મચકેડતી, મુખ બગાડતી, ખભા મરડતી અને ત્રાંસી આંખે જેતી થુંકવા લાગી. એવાં વધુઓનાં આચરિત જોઈ વિપ્રે વિચાર્યું-એઓ ભલે એવી ચેષ્ટાઓ કરે; મારે પારકી પુત્રીઓને શે દેષ કાહાડો? આ મારા પુત્રોને જ એમાં દોષ છે કે જેઓ મારી જ સંપત્તિ લઈને મારે જ મસ્તકે પગ મુકવા તૈયાર થયા છે ! અથવા તળાવની કૃપાથી એમાં રહેલું જળ વૃદ્ધિ પામે છે ત્યારે એ તળાવના જ કિનારાને તોડી નાખે છે ! વળી સુવર્ણ સમાન તેજસ્વી એ જે અગ્નિ જે કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થાય છે તે કાષ્ટને જ પ્રથમ બાળી નાખે છે. માટે આ કૃતના પુત્રને મારા અપમાનનું ફળ સત્વર દેખાડું જેથી મારું વેર વળે. આ પ્રમાણે વિચાર કરીને સર્વ પુત્રને બોલાવી એણે કહ્યુંઆ કુષ્ટ રેગને લીધે દુઃખી થવાથી મને વિરક્તભાવ ઉત્પન્ન થયે છે. માટે હવે આપણે કુળાચાર કરીને હું પ્રાણત્યાગ કરવા ઈચ્છું છું. એ સાંભળીને પુત્રો તે જાણે અમૃતનું પાન કરતા હાયની એમ હર્ષ પામ્યા. “બહુ જ સારું થયું કે એ મરવાને તૈયાર થયા છે; વગર ઔષધે વ્યાધિ જતો હોય તો ભલે જાય.” એમ વિચારીને કહેવા લાગ્યા...હે તાત, અમને આજ્ઞા આપ; આપનું કહ્યું કરવાને અમે તૈયાર છીએ. પિતાએ કહ્યું-એક પુષ્ટ અંગવાળા છાગ (બોકડા) ને તમે અહીં લઈ આવે તેને વિવિધ મોથી પવિત્ર કરીને હું તમને સોંપીશ. પછી તમે તેને સે સાથે મળીને ભક્ષણ કરો કે જેથી આપણે કુળને વિષે શાન્તિ અને આરોગ્ય થશે. “હે પ્રિય, આજે બળદને પ્રસવ થયે છે. એમ લકે કહેતા તે તે વાતને પણ સત્ય માનનારા એવા ભેળા) સેબકે પણ કોણ જાણે કેમ આ વખતે પ્રપચ રઃ અથવા તે કેને શિક્ષા વિના પોતાની પાપબુદ્ધિની ખબર પડતી નથી. પેલા પુત્રોએ તો પિતાને પ્રપંચ નડુિં સમજીને એના કહેવા પ્રમાણે g : LIV/ Jun Gun Aaradhak Trust