________________ - આનંદમાં વિધ્ર-અમૃતમાં વિ. 247 જેથી તમને પણ અચળ એવી સુખસન્તતિને લાભ થાય. . . - પ્રભુ આ પ્રમાણે મધુરવાણીવડે ઉપદેશ આપતા હતા. એવામાં એ પાંચવર્ણના મણિઓએ યુક્ત અને દેવતા તથા મનુષ્યોથી પૂર્ણ એવી સમવસરણની ભૂમિને વિષે, એક કોઢીઆએ પ્રવેશ કર્યો; દેવમંદિરને વિષે એક કાગડે પ્રવેશ કરે તેમ એણે, ચિત્રા નક્ષત્ર જેમ જળવડે ધાને સિંચે છે તેમ, નિશંકપણે પિતાના શરીરપરના પરૂઆદિનું પ્રભુના ચરણુપર સિંચન કર્યું. એ જોઈને મગધપતિ-શ્રેણિક રાજા એ કેઢીઓ પર બહુ કપાયમાન થયા; કારણકે જિનેશ્વરઆદિની આશાતના કરનારાઓ પર વિદ્વાન પુરૂષ કેપ કરે છે એ યે જ છે. " આ પાપી છે, અમર્યાદ છે, નિર્લજજ છે અને એને કેઈને ભય પણ નથી કારણકે ઈન્દ્રાદિ જોઈ રહેતા છતાં એ પ્રભુને એમ કરે છે. જો આ ઈન્દ્ર વગેરે કઈ હેતુને લઈને આ પાપીને શિક્ષા ન કરે તે ભલે ન કરે; એ રહ્યા. હું જ એને યેગ્ય ફુટ ઓષધ આપીશ. એના જેવાને શરીરનિગ્રહ ( માર ) શિવાય બીજ શિક્ષા ન જોઈએ. પ્રભુને આમ પરાભવ થાય છે તે જોઈને જેને કંઈપણ લાગતું નથી એવા નીચશિરોમણિજને જન્મતા ન હોય તે જ સારૂ. આ પ્રમાણે શ્રેણિક રાજા ચિંતવન કરતા હતા ત્યાં વીરપ્રભુને છીંક આવી એટલે પિલા કુષ્ટીએ એમને કહ્યું–તમે મૃત્યુ પામો (મો), એવામાં રાજાને છીંક આવી ત્યારે એણે કહ્યું-(ઘણું) છે, વળી અભયકુમારને છીંક આવી ત્યારે એણે કહ્યુંઅથવા મરે, અને કાળશાકરિકને છીંક આવી ત્યારે એણે કહ્યું-તું ન મરે કે ન જીવ. એ કુષ્ટિએ આવું આવું કહ્યું એટલે તે હોમ નાખવાથી અગ્નિ જાજવલ્યમાન થાય એમ રાજા અધિક કે પાયમાન થ. “એણે એક તે પ્રભુ તરફ એવું ( અસંત ) આચરણ કર્યું અને વળી આવાં દુવક કહ્યાં- એ બરાબર દાઝયા ઉપર ડામ જેવું થયું. " સમવસરણમાં છે તેથી એને હું શું કરું–બહાર આવે એટલે એને સ્વાદ ચખાડું.” દેશના પૂરી થઈ એટલે કુટી પ્રભુને નમીને ચાલવા લાગ્યા ત્યાં તે રાજાએ પોતાના માણૂસેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust