________________ ભૂતનું સમરણ–વર્તમાનનું અવલોકન. 239 એ પરથી શેઠ વિચારવા લાગ્ય–અહ, આ ઘરના દ્વારપર રહેલા પણ ભેગા થઈ ગયા છે—જાણે શેઠ ક્યારે આવશે એને વિચાર કરવાને જ હાયની આ દ્વાર પણ મારા ગાલની પેઠે ઢીલા થઈ ગયા છે; અને ભીંતમાંથી મારા દાંતની જેમ ઇટે પણ નીકળી ગઈ છે. વળી મારા વાળની જેમ આ ઘરનાં ઢાંકણરૂપ લાકડાં જતા રહ્યા છે; ચિત્રશાળાના ચિત્ર મારાં લેચનની પેઠે ગળી ગયાં છે; ઉંદરોએ ધાન્યની સ્પદ્ધથીજ હોયની એમ ધુળના ઢગલા કયો છે; મયૂરના છત્રની જગ્યાએ લીંબડે ઉગે છે. વળી અમે જંગમોએ જે ભાગ્ય ગુમાવ્યું છે તે ભાગ્ય આ તૃણવલ્લી આદિ સ્થાવરેને આવી મળ્યું છે. મારાં ભાગ્યની પેઠે આ પાટીઆં પણ પોતાના સ્થાનથકી ચલિત થયા છે. વળી ચરણને વિષે જેમ વ્રણ તેમ આ ભીંતોમાં પણ ફાટ પડેલી છે. એટલું જ નહિ પણ જ્યાં જ્યાં એરડાઓમાં ઉત્તમ ઉલેચ જડેલા હતા ત્યાં પણ કોળીઆઓએ જાળાં બાંધી દીધાં છે. આમ પિતાની પૂર્વદશાને સંભારતાં અને વર્તમાનને અવલેતાં શેઠે સને લઈને ઘરમાં પ્રવેશ કર્યો, અને પુત્રવધુઓ પાસે ગેમયને એક ગેમુખ કરાવી ત્યાં બે જળના કુંભ મુકાવ્યા. શેઠના નાગદેવ આદિ પુત્રે તે ગળીઆ બળદેની પેઠે ભૂમિપર લાંબા પગ પસારીને પડ્યા. શેઠે એમને કહ્યું-ઘણે સમય થયાં તમે જિનમંદિરનાં દર્શન કર્યા નથી માટે તમે સર્વ સ્થળે જઈને દર્શન કરી આવે. એ સાંભળીને તે પુત્રો ક્રોધે ધમધમાયમાન થઈ કહેવા લાગ્યા...હે પિતાજી, તમે હજુ પણ ધર્મને કેડે મુક્તા નથી? અમારા જેવા માર્ગના શ્રમથી ખિન્ન થયેલાને તમે ચિત્યપરિપાટી કરવા જવાનું કહો છો તે નિશ્ચયે માળપરથી પડેલાને પ્રહાર કરવા જેવું છે. પણ શેઠે તે કહ્યું- હે પુત્રો, તમે ક્ષણવાર તે ઉઠો અને દેવને વંદન કરો કે જેથી આપણને ઇન્ટ ભેજન મળે. આ સાંભળી પુત્રો-આ શ્વાનની પેઠે ભસતા રહેશે નહીં–એમ કહીને તેની સાથે દેવદર્શન કરી આવ્યા. ઘેર આવીને શેઠે કહ્યું-ચાલે હવે હું તમને શાળ-દાળ આદિનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust