________________ ર૩૮ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. હતો તે આવે અને કહ્યું કે એને એકને આઠવાર જપ કરવો. શેઠે તે પરથી કૃષ્ણ ચતુદશીને દિવસે સ્મશાનને વિષે જઈને વિધિ પ્રમાણે એને જપ કર્યો એટલે તો સ્વર્ગ થકી એક વિમાન ત્યાં આવ્યું તેમાંથી આમ તેમ હાલતાં કુંડળવાળો એક દેવતા નીકળીને કહેવા લાગ્યું–હે શ્રેષ્ઠી, તેં મને કેમ યાદ કર્યો ? જિનદતે કહ્યું- હે દેવ ! કેમ, તે તું પિતે જાણે જ છે. દેવતાઓ કહ્યું-જે એમ હોય તો તારે જોઈએ તે માગી લે. શેઠે કહ્યું-પુષ્પવાળીએ આપેલાં પુષ્પ વડે મેં જિનેશ્વરની પૂજા કરી એનું મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેનું ફળ તું મને આપ. બાકી જિનેશ્વરના મંદિર-તીર્થયાત્રા આદિ કરવાથી મેં જે ઉપાર્જન કર્યું છે તે તો ભંડારમાં ભલે રહ્યું. એ સાંભળી દેવે કહ્યું–હે શ્રેષ્ઠી, તે પારકા પુપીએ પૂજન કયોથી પણ સુગતિ ઉપોજન કરી છે. એ હું તને આપી શકતો નથી, પરંતુ કંઈ તારે માટે કરું છું. તારા ઘરના ચારે ખુણામાં તને નિધાન પ્રાપ્ત થશે. એમ કહીને એ દેવતા સદ્ય પિતાને સ્થાનકે ગયે. - હવે જિનદત્ત શેઠ તે શહેરમાંથી પિતાના ગામડામાં જઈ પિતાના પુત્રોને કહેવા લાગ્યા...હે પુત્રો, ચાલે આપણે શહેરમાં જઈએ. પેલાઓએ ઉત્તર આપે-હે પિતા, તમારૂં ગાંડપણ હજુ ગયું નહિં. વારંવાર આટલી બધી હેરફેરવણ કેણ કરશે.” અહિં તેલ ને પેંશ મળે છે તેથી શું તમારું ચાલતું નથી ? વળી અહીંથી પણ છેક ભ્રષ્ટ થઈશું. માટે અમે તે આવતા નથી તમે એકલા જાઓ; કારણ કે ફર્યોફર કરવાથી શું દારિદ્રય છેદાવાનું છે? એ સાંભળી પિતાએ કહ્યું–શુકનથી મેં ત્યાં લાભ જેવું જોયું છે; આપણે આપણું નગરમાં જઈએ એથી વખતે આપણી દશા વળવી હોય તે વળે. પુત્રોએ કહ્યું–જે તમારે ન જ રહેવું હોય તે ભલે એમ કરો–એમ કહીને એઓ પણું અનુમત થયા. ( કારણ કે હવે એમને શુભ કર્મ ઉદય આવ્યા હતા ) પછી શેઠ કુટુંબ પરિવાર સહિત શહેરમાં આવ્યા. આવીને પિતાને ઘેર જઈ જુએ છે તે તદન નિર્માલ્ય થઈ ગયેલું માલમ પડયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust