SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ 21 . આદ્રક મુનિનું મિક્ષગમન. પછી કૃતજ્ઞતાના ગુણથી શોભતા એવા મુનિએ અભયકુમારને કહ્યું-તંજ એક મારે પરમ મિત્ર અને ધર્મબધુ છો. હે મહાબુદ્ધિ રાજપુત્ર, તે જે પ્રતિમા મેકલી હતી તેને નિરખ્યા કયોથી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે બધુ, તેં મને ધર્મ પમાડી સ્વર્ગના સુખ હસ્તગત કરાવ્યાં છે અને મને મોક્ષપદ આપ્યું છે. હું અનાર્યદેશરૂપી અન્ધારા કુવામાં પડ્યો હતે તેમાંથી તમારી બુદ્ધિરૂપી દેરડાવડે તમે મને ખેંચી લઈને ધર્મદેશના કુશળ તટપર મૂક્યું છે. તમે મને પ્રતિબંધ પમાડે એટલે જ મેં દીક્ષા ગ્રહણ કરી છે, માટે તમે મારા ગુરૂ છે; કારણકે ગૃહસ્થ હોય કે ત્યાગી હેય પણ ધર્મ પમાડે એ ગુરૂ કહેવાય. હું આ તમારે ઉપકાર કેઈ ભવમાં વાળી શકું એમ નથી; કેમકે સમ્યકત્વ પમાડનારને પ્રત્યુપકાર કરી શકાતે જ નથી. અરે અભયકુમાર, તું વિવિધ ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ પ્રમાડીને ઉત્તરોત્તર ધર્મકાર્યમાં નિરન્તર વૃદ્ધિ પામતે જા. એ સાંભળીને અભયકુમારે કહ્યું- હે પ્રભુ, એમ ન કહે, શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે તેમાં બીજા તે નિમિત્ત માત્ર છે; દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપી સમગ્ર સામગ્રીની સહાયતા હોય તેજ પ્રાણીઓ પ્રાપ્ત કરવા ગ્ય એવા પદાર્થોનું સંપાદન કરે છે. એમાં કર્તાહર્તા કઈ છે નહિં. પછી મહીપાળ, અભયકુમાર અને અન્ય સર્વ મુનિરાજને વંદન કરીને સ્વસ્થાનકે ગયા અને એ મુનિરાજ સહપરિવાર સમવસરણ પ્રત્યે પધાયાં. ત્યાં શ્રીવીરપરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી યથાસ્થાને બેઠા અને એમના વાક્યામૃતનું પાન કર્યું. પછી આ આદ્રકમુનિએ નિરન્તર જિનેશ્વર ભગવાનની પપાસનાવડે પિતાના આત્માને નિર્મળ કર્યો; રાખવડે દર્પણને નિર્મળ કરે તેમ. અનુક્રમે ઘાતિકમને ક્ષય કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેટલેક કાળે સર્વ કર્મને ક્ષય કરી ક્ષે ગયા. એકદા શ્રી વીરજિનેશ્વર કેવળજ્ઞાનરૂપી દીપકથી ત્રણ જગતને વિશે ઉદ્યોત કરતા પુનઃ રાજગૃહનગરે આવી સમવસચો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036402
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1926
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size250 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy