________________ ઠગબાજ ચેરને છેવટ પશ્ચાત્તાપ. 201 કૃપાને લીધેજ હું નિરન્તરે એવી રીતે સુકને વિચાર કર્યા કરતે કે પાપ તે મારાથી દૂરને દૂર નાસી જતું. અથવા તો સૂર્યની પાસે અંધકાર કેમ ટકી શકે ? પણ દંડધારી પ્રતિહારે વળી પૂછયું–કેઈને અવતાર કદિપણ એકજ ભાવવડે નિર્ગમન થતું નથી, મહેટા સાધુને પણ અન્તમુહૂર્તને વિષે મહામહ પ્રમાદાચરણ થઈ જાય છે. માટે તમારાથી પરસ્ત્રીગમન-ચેરી આદિ દોષયુક્ત આચરણ થઈ ગયાં હશે; કારણકે નિરન્તર અતિ ઉત્તમ એવાં ક્ષીર ભેજન પ્રાપ્ત થતાં હોય તેના પર પણ શું અરૂચિ નથી થતી? તે સાંભળી રશિરોમણિ રહિણેય બોલ્ય-હે ચતુર પ્રતિહાર, મેં સ્વમને વિષે પણ ચેરી–પરદારાગમન કે અન્ય કિચિત પાપાચરણ નથી કર્યું. જે કર્યું હોય તે પછી સુસાધુની સેવા કેવી સમજવી? વળી તમેજ કહે કે જે એવાં કેઈ પાપ કર્યો હોય તો આવી સ્વર્ગસંપત્તિ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? કારણકે યવના બીજમાંથી કદિ શાળની ઉત્પત્તિ સંભવે ખરી ? " પછી આ સર્વ વાત તેણે જઈને અભયકુમારને નિવેદન કરી અને કહ્યું- હે સ્વામિન, એ ચેર પણ મહા ધૂતારો છે, કારણકે એણે એ પ્રકારે આપણને પણ ઠગવાની બાછ આદરી છે. " હવે પાછળ ચેર પણ ચિરકાળ પર્યન્ત ચમત્કાર પામી પિતાના ચિત્તને વિષે વિચાર કરવા લાગે-જે તે વખતે જિનેશ્વરે કહેલાં અમૃત વચન અને કર્ણાચર ન થયાં હતા તે હું અનેક પ્રકારની સેંકડો યાતનાવડે નરક સમાન દુઃખ ભેળવીને કયારને યમ પાસે પહેચી ગયે હેત, કારણકે મારા જેવાઓનું આવુંજ અવસાન હોય છે. હા! મેં તીર્થંકર મહારાજનું વચનામૃત ત્યજી દઈને ચોરી કરનારાનું મહાવિષ સમાન ભાષણ સાંભળ્યું અથવા તો ઉંટ તે અત્યન્ત સુરભિ એવા આમ્રવૃક્ષને ત્યજીને કડવા લીંબડાને જ ખાય છે. હા ! મારા પિતાએ મને છેતરીને જિન ભગવાનના વાક્યામૃતનું પાન કરવા થકી દૂરજ રાખે; અને તેથી જ મારી આ અવસ્થા થઈ - 1 પાપી પ્રાણીઓને પરમાધાર્મીક (પરમાધામી) તરફથી કરવામાં આવતી નાના પ્રકારની પીડા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust