________________ 12 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. પણ પિતાનું વચન ઉલંઘન કરે ખરે? માટે આપ જે આજ્ઞા હોય તે ફરમાવો.” એકલા વિનયથી જ પૂર્ણ એવું પુત્રનું બેલડું સાંભળીને હર્ષ પામી દુષ્ટ આશયવાળા લોહખુરે, મોટા પેટવાળો માણસ પિતાની ફાંદ ઉપર જ જેમ, તેમ પુત્રના અંગે પર પિતાને હાથ ફેરવી કહ્યું હે વત્સ, તું આપણું કુળનું એક આભષણરૂપ છે; અને રઘુપતિ રામચંદ્રની પેઠે પિતાના વિષે આવી ઉત્તમ ભક્તિ પ્રદર્શિત કરે છે માટે સર્વ લોકને વિષે તું જ એક કલાનિધાન છે. માટે હે પુત્ર, આ વીરતીર્થકર મણ્યાદિના ત્રણ ગઢને વિષે વિરાજતા છતા પિતાના ધર્મની દેશના આપે છે તો તું જાણે બહેરે છે તેમ તેમનું વચન કદિ પણ કાને સાંભળીશ નહિં. હે પ્રિયવત્સ, એમ છતાં પણ જે કદાપિ તું એ સાંભળ તે એ પ્રમાણે કદી અનુવર્તન કરીશ નહિં. આ પૃથ્વીને વિષે લેકે વિદ્યાથી જ જેમ, તેમ, એમની પાસે કઈ લેકોત્તર કળા છે એનાથી ઠગાય છે. તુંડને તેમજ મુંડને સર્વતઃ મુંડનારૂં એવું એમનું વચન જે કઈ શ્રવણ કરે છે તેને પગબાંધેલા રાસભની પેઠે બ્રહ્મચર્ય પાળવું પડે છે અને ગીજનની પેઠે લાંઘણે કરવી પડે છે, એટલું જ નહિં પણ એના દ્રવ્યને વિનાશ થાય છે અને એને ભિક્ષા માગી માગીને ખાવાને વખત આવે છે. અથવા તે આ વિષે વધારે શું કહું? એ માણસ દેહથી, વર્ણથી અને સંપત્તિથી ટળી જાય છે. એટલા માટે છે પુત્ર, એ વીરના વાકયશ્રવણ શિવાય બીજું તને જે ગમે તે સર્વદા કરજે. જે તું આ પ્રમાણે વતીશ તે તેને સર્વ પ્રકારે સકળવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. મહારે લ્હારા જે કાર્યદક્ષ, કુળભૂષણ અને બુદ્ધિશાળી પુત્ર હોવાથી, ધનાઢય અને ગૌરવવાળાને જેમ બીજા માણસની ચિંતા હોતી નથી તેમ, પાછળ કંઈપણ બીજી ચિંતા નથી. " પુત્રેપિતાના વચન તથાસ્તુ " કહીને સ્વીકાર્યા એટલે પિતાની બદ્ધિ પ્રમાણે સમાધિ લઈને એ લેહખુર મૃત્યુ પામ્યું; અને એનાં પાપક એને નીચગતિને વિષે લઈ ગયાં કારણ કે કમને પણ શું ચેરને ભય હેય ખરે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust