________________ 168 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. પછી એ સુથારે અભયમંત્રીશ્વરના આદેશથી તંભને અર્થે અરયને વિષે જઈ, ખરીદી કરનારે બજારને વિષે કરિયાણાની પરીક્ષા કરે છે, તેમ, સર્વત્ર વૃક્ષેવૃક્ષની પરીક્ષા કરવા માંડી. એમ કરતાં, પ્રસન્ન અને રસયુક્ત કાવ્યને વિષે કવિજનનું મન વિશ્રમે છે તેમ એકાદ વૃક્ષને વિષે એનું મન વિશ્રામ પામ્યું. યોગ્ય લક્ષણથી ઉપલક્ષિત એવા એ તરૂવરને નિહાળીને એણે હૃદયને વિષે વિચાર કર્યો કે-ગાઢ છાયાવાળું આ વૃક્ષ બે ભાગમાં વહેંચાયેલું છે; વૃષભની પેઠે એ પુષ્ટ સ્કંધ યુક્ત છે; રાજાની પેઠે છત્રવાળું છે; વેદની પેઠે શાખા અને પ્રશાખાનું ધામ છે, અને સમુદ્રની પેઠે ઉલ્લાસ પામતા પ્રવાળાનું સ્થાન છે. વળી એ પવિત્ર નરેવરની પેઠે પુપયુકત છે; પણ ના અધિક આરંભની પેઠે ફળોએ કરીને સહિત છે; મગધેશ્વરના રાજ્યની પેઠે ઉંડા મૂળવાળું છે અને સાધુપુરૂષના મનની જેમ પૃથુ અને ઉન્નત છે. અહિં જેવાં તેવાં વૃક્ષે પણ પ્રાયઃ અધિષ્ઠાયક દેવતા વિનાનાં હતાં નથી; અને આતે વળી આવી લફમીએ યુક્ત હોવાથી દેવતાથી અધિષ્ઠિતજ છે એમ સ્પષ્ટ જણાય છે. તેથી એને છેદવું ન જોઈએ કારણકે કદાચિત વિદ્ધ કરે. માટે હું નિશ્ચયે ઉપવાસ પૂર્વક વિધાન કરૂં કે જેથી આ મારું કાર્ય ત્રણમંગળ કરીને સહિત થાય” એ બુદ્ધિશાલી સુથારે એવો નિશ્ચય કરી ઉપવાસ કરી પ્રતિષ્ઠાને આગલે દિવસે બિંબને કરે છે તેમ સુધિ ધૂપ-ગંધ-કુસુમ આદિથી એ વૃક્ષને સુવાસિત કર્યું. એ વખતે એ તરૂવરના અધિષ્ઠાયક દેવતાએ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારને જઈને કહ્યું કે હું સર્વ તુના પુષ્પ અને ફળના સમૂહથી યુક્ત એવા વૃક્ષોની વાટિકાએ કરીને સહિત એ તારા મન ધાર્યો મહેલ તને કરી આપીશ માટે મારું આશ્રયભૂત જે વૃક્ષ છે તે તારે છેઠાવવું નહિં; માટે સત્વર તારા સુથારને પાછે બોલાવી લે; કારણ કે અર્કનેર વિષે મધ મળે ત્યારે પર્વત પર કેણ જાય ?" એ પરથી રાજકુમારે એ સુથારને " આપણું કાર્ય સિદ્ધ થઈ 1. (1) થડ (2) ખભા. 2. આકડાનું વૃક્ષ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust