________________ ' એકદંડીએ મહેલ. " જ આ કલંકથી મને ઉગાર્યો છે. અન્યથા, હું મુખ કેવી રીતે બતાવત?” અહો ! રાજાની આ વાણી અમૃતમય હતી, અથવા તે જીત થયા પછી સે તિપિતાને અદ્વિતીય માને છે. તે વખતે નરપતિએ અભયને મહા કૃપા બતાવીને ઈનામ આપ્યું. પણ માતૃજનની રક્ષા કરવાથી તેણે જે ઉપાર્જ કરી તેની પાસે એ છ ધનની ઉપાર્જના કશામાત્રમાં નહતી. ' હવે રાજગૃહેશ્રવર શ્રેણિક નરપતિ ચેટકરાજપુત્રી-ચેલૂણને જાણે પુનઃ નવે અવતાર આવ્યું હોય એમ માનીને તેનાં દર્શન કરવાને અત્યન્ત ઉસુક બની તેના ઉંચા વાસગૃહ પ્રત્યે . ત્યાં તે તેણીની સંગાથે નવનવીને પ્રેમને વહુન કરતો વિવિધ પ્રકારના વિનેદ સહિત ક્રીડા કરવા લાગે; કારણકે, શિશિરઋતુને વિષે મેઘથી આચ્છાદિત થઈને પુનઃ બહાર નીકળે સૂર્યની જેમ વિપત્તિ ઓળંગી આવેલ સ્વજન અત્યંત વધારે પ્રિય લાગે છે. એકદા તે રાજાને કહેવા લાગી–હે પ્રિય સ્વામિ, મને એક સ્તંભને એક સુંદર મહેલ કર લી આપ; કે જેથી હું, શિખાને લીધે એક મયૂરી બીજીઓથી ચઢે છે તેમ, આપની અન્ય રાણીઓથી વિશેષ થાઉં. હું આપના પ્રસાદથી અતિ સુખને લીધે ઉદય કે અસ્ત કંઈ જાણતી નથી; તેથી, હે પ્રાણપતિ, મહા વિમાનને વિષે સુરાંગનાઓ કીડા કરે છે તેમ, હું ત્યાં રહીને કીડા કરવાને ઈચ્છું છું.” મહીપતિ એ વાતની હા કહી; કારણકે પ્રિયાને અર્થે પુરૂષ શું શું નથી કરતે ? પછી એણે “ચલ્લણને રહેવા માટે આકાશ સાથે વાતો કરતો એક સુંદર એકતંભને મહેલ તૈયાર કરાવ” એમ અભયમંત્રીશ્વરને આદેશ કર્યો; કારણકે જેનાથી પિતાનું પ્રયોજન નિષ્પન્ન થાય એવાને જ સ્વામીએ પિતાનું કાય ઍપવું કહ્યું છે. આ અભયકુમારે પણ વાસ્તુવિદ્યાને વિષે પ્રવીણ એવા સુથારને એ કામને આદેશ કર્યો; કારણ કે જે ઉદાર ચિત્તવાળા અને અન્ય માણસો કામ કરનારા હોય છે તેઓ પોતે શું કદિ કામ કરે છે ખરા ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust