________________ 1 અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. સલેખના તથા કવાયાદિને ઓછા કરવા એ બીજી ભાવસંખના સમજવી. એ સર્વ કરી રહ્યા પછી એ મેઘમુનિએ અનશન ગ્રહણ કરવાને ઈરછાતર થઈ હર્ષ સહિત શ્રી જિનપતિને નમસ્કાર કરી અંજલિજેડી એમની આજ્ઞા માગી કે “હે સ્વામિ, આપની આજ્ઞા હોય તે મારી અનશન કરવાની ઈછા વતે છે. ગુરૂઓની સર્વ કોને વિષે આજ્ઞા માગવી પડે છે તે આવા કાર્યને વિષે માગવી પડે તેમાં તે શું કહેવું? ભગવાને કહ્યું-હે મેઘમુનિ, તમારું ઈચ્છિત પૂર્ણ કરીને તમારા ધર્મરૂપી પ્રાસાદની ઉપર હતજા ચઢાવે. પછી મેધમુનિએ પણ પ્રભુને નમસ્કાર કરીને તથા ચતુર્વિધ સંઘની આદર સહિત ક્ષમા માગીને રાજગૃહનગરની પાસે આવેલા વિપુલગિરિમી ઉપર આરોહણ કર્યું, તે જાણે દેવગતિએ જવાને અર્થે પહેલું પ્રયાણ કર્યું હેયની ! આરેહણ કરીને એઓ શિલાપટ્ટપર પ્રતિલેખન (શુદ્ધિ) કરી અનશન કરી રહ્યા; કારણકે મહાત્માઓની આરંભની કે અંતની, સર્વ ક્રિયાઓ શુદ્ધ હોય છે. જાતે જ ઉત્સાહવંત એવા એ મુનિએ પ્રભુના વચનને અનુસરીને સિંહની પિઠે-અને સાથે વળી કવચ ધારીની પેઠે અનશન પાળ્યું અને આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી તે વિજય નામના વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા; કારણકે એવા પુરૂષની ગતિ શુભ જ હોય છે. ત્યાંના બાર વર્ષના વ્રતપર્યાય પછી ત્યાંથી અવીને વિદેડને વિષે આવી કર્મરહિત થઈ એ મુક્તિ પામશે. - હવે અહિં શ્રાવકશિરોમણિ અભયકુમાર નિત્ય બ્રાહ્મમુહૂર્તને વિષે પંચપરમેષ્ટીનું સ્મરણ કરતો જાગી ઉઠતે. " ત્રણ જગના જ્ઞાનવાળા તથા રસુર, અસુર અને મનુષ્યએ. પૂજ્ય એવા શ્રી મહાવીર પ્રભુ મારા દેવ અને ગુરૂ છે; સર્વ રત્નને વિષે જેમ ચિંતારત્ન તેમ સર્વ કળાને વિષે શ્રેષ્ઠ એવા શ્રાવકકુળને વિષે હું ઉત્પન્ન થયે છું અને મેં સમ્યકત્વમૂળ બારવ્રત અંગીકાર કરેલા છે. એ પ્રમાણે તે નિત્ય જાગીને ધ્યાન કરે. પછી તે હત્યને વિષે પ્રતિમાનું વદન-પૂજન કરતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust